રક્ષિત પંડ્યા/રાજકોટ : જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ


જે પૂછપરછ દરમિયાન જેલરની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13 માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ દિન 7 ના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જેલરની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મીની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube