જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ
લોકડાઉનના સમયમાં પતિ-પત્ની વચ્ચેની સેક્સલાઇફ કેવી રહી અને અનલોક બાદ સેક્સલાઇફમાં શું-શું તકલીફ આવી રહી છે તેના કિસ્સાઓ સેક્સોલોજીસ્ટ ડોકટરો પાસે આવી રહ્યા છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: કોરોનાના કહેરમાં લાંબા સમયના લોકડાઉનમાં પતિ અને પત્ની એક જ છત નીચે સૌથી વધુ સમય વીતવાનો કદાચ પહેલી વખત મોક્કો મળ્યો હતો. ત્યારે આ લોકડાઉનના સમયમાં સેક્સલાઈફ પર શું-શું ફાયદા અને ગેરફાયદા થયા અને કેવા કિસ્સાઓ ડોકટરો પાસે આવી રહયા છે આવો જાણીએ.
લોકડાઉન એ કદાચ પત્ની પતિને સાથે રહેવા માટેનો ઉત્તમ મોક્કો હતો પણ આ લોકડાઉનના સમયમાં પતિ-પત્ની વચ્ચેની સેક્સલાઇફ કેવી રહી અને અનલોક બાદ સેક્સલાઇફમાં શું-શું તકલીફ આવી રહી છે તેના કિસ્સાઓ સેક્સોલોજીસ્ટ ડોકટરો પાસે આવી રહ્યા છે. આવો જાણીએ ડોક્ટર પાસેથી કે લોકડાઉનના શરૂઆતના સમયમાં પત્ની-પતિ પાસે સમય જ સમય હતો. જેના કારણે જે પતિઓ 10 કે 15 દિવસે સેક્સ માણતા હતા એ જ પતિઓ 24 કલાકમાં 3 વાર સેક્સ માણવા લાગ્યા હતા અને ત્યારબાદ અનલોકમાં ધંધા નોકરી શરુ થઇ ગયા અને બધુ રાબેતા મુજબ રૂટિન લાઇફ શરૂ થઇ ગઇ.
જેમાં નફા નુકસાન કે પછી નોકરી છૂટી જવા લાગી તો સ્ટ્રેસ એટલે કે ચિંતા આવી અને ચિંતાના કારણે સેક્સલાઈફ અસર થઇ અને પતિ-પત્ની વચ્ચે ફરી એકવાર સેક્સલાઈફ પર ખરાબ અસર થવા લાગી. જેના કારણે પત્ની કે પતિને એકાબીજા પર શંકા થવા લાગી કે એકાબીજાને કોઈ સાથે આડાસબંધ છે ત્યારે હક્કીકત શું છે એ સેક્સોલોજીસ્ટ ડોકટર જણાવી રહ્યા છે કે...
પુરુષમાં ચિંતા વધી ગઈ જેના કારણે પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટી ગયું અને જેના કારણે ઇન્દ્રિય ઉત્તેજનાની શક્તિ ઓછી થાય છે. તેની અસર જાતિય જીવન પર પડે છે. આ કારણે પત્નીને એવું થવા લાગ્યું કે લોકડાઉન હતું, ત્યારે વધુ સારી સેક્સ લાઈફ હતી. લોકડાઉન ખુલી ગયા પછી થયું કે અન્ય કોઈ જગ્યા પણ આડાસંબંધ હોય છે એટલે સેક્સલાઇફ સારી નથી. ત્યારે બધા જ કિસ્સામાં આ કારણ નથી હતું. મોટાભાગના કિસ્સામાં પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટીના કારણે પણ પુરુષને સેક્સ કરવાની ઇચ્છા ઘટી જતી હોય છે.
ત્યારે સિનિયર સેક્સોલોજીસ્ટ ડોક્ટર પારસ શાહ પુરુષને ખાસ એક પણ સંદેશ આપી રહયા છે કે જો તમારા જીવનમાં આ ચાર " S" હશે તેને જીવન માં 5મો " S" એટલે કે SEX નહિ મળે શકે , કેમ આવો એ પણ જાણીએ.
પહેલો S : Smoking સ્મોકિંગ (કોઈ પણ સ્વરૂપે લીધેલ તંબાકુ )
બીજો S : Scotch સ્કોચ (કોઈ પણ સ્વરૂપે લીધેલ આલ્કોલ એટલે કે દારૂ )
ત્રીજો S : Stress સ્ટ્રેસ (કોઈ પણ પ્રકાર ની ચિંતા ન કરવી )
ચોથો S : Sugar સુગર ( શરીર માં ડાયાબિટીસ ન હોવું જોઈએ )
પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટે છે ડોક્ટરને મળીને તેનું નિરાકરણ કરવું જોઈએ નહિ કે પત્ની અને પતિ એ સબંધ ન બગડવા જોઈએ અને એકાબીજા પર વિશ્વાસ રાખવીઓ જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે