અમદાવાદ : ઉનાળાના પ્રારંભે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણીય વિષમતાના કારણે પશ્ચિમ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવા તેમજ ભારી ઝાપટા વરસ્યા હતા. કચ્છનાં અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા. તો નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા ઉનાળામાં મહેરબાન થયા હોય તેવી પ્રતીતિ થઈ છે. નખત્રાણામાં ધોધમાર  વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના રાકેશ કુમારે જણાવ્યું હતું ઈરાન, અફઘાનિસ્તાન પર એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ એક્ટિવ છે તેને લઈ સાઉથ પાકિસ્તાનમાં જે દોઢ કિલોમીટરના એરિયામાં સર્ક્યુલેશન બન્યું છે તેની અસર જોવા મળી રહી છે. હજુ આવતી કાલ સુધી આવુજ વાતાવરણ રહેશે તેવું જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : બિમાર કુતરાની સારવાર પ્રિન્સિપાલને 45 હજારમાં પડી, જીવદયા પ્રેમી ખાસ વાંચો


અમદાવાદ ના તમામ વિસ્તારો સહિત પુવઁ મા ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ શરૂ થયો. હાટકેશ્વર, ખોખરા, મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઈસનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રખિયાલ, ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડપો પલળી જવાની સાથે ભારે પવનમા અંશત નુકશાન સાથે પદયાત્રીઓને વિસામો મા પડી રહ્યી છે ભારે હાલાકી.


ગુજરાત કોરોના : અમદાવાદમાં હાલનાં તબક્કે તમામ દર્દીઓનાં રિપોર્ટ નેગેટિવ


સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને હાલ સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભર ઉનાળે જાણે કે ચોમાસાની શરૂઆત થવાની હોય તેવું વાતાવરણ સર્જાતા ન માત્ર લોકોમાં કુતુહલ સર્જાયું છે પરંતુ ખેડૂતોને પણ ભારે નુકસાનની આશંકા છે. ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી ઠંડા પવનોએ સપાટો બોલાવ્યો હતો. જો કે આજે અચાનક આજે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ સ્તરનો વરસાદ પડવા લાગ્યો હતો. 


પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો


ખાસ કરીને અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. સાણંદના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ઉંઝા, બહુચરાજી સહિતનાં વિસ્તારોમાં સામાન્ય છાંટાથી માંડીને મધ્યમ વરસાદ પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું તો ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો છવાઇ જતા વરસાદ વધારે પ્રમાણમાં પડે તો ખેડૂતોને ઘઉં,એરંડા સહિતના બાજરીના પાકને નુકશન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. અચાનક ઠંડા પવન સાથે તોફાની પવન પણ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થશે. 


કાળનો કોળિયો બની ગયો છે વડોદરાનો ગુમશુદા પરિવાર, રૂવાંડાં ઉભા કરી દેતો ઘટનાક્રમ


બનાસકાંઠા જિલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક વાતાવરણ પટલાયું હતું. સરહદી પંથક વાવ, સુઇગામ અને થરાદ સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. પાલનપુર અને વડગામમાં પણ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના ઘઉં, જીરૂ, રાયડો, બટાકા સહિત અનેક પાકોને નુકસાન થઇ રહ્યું છે.


સિંહ કે શિયાળ ? : કેવું હતું ધોરણ 10ની પરીક્ષાનું પ્રથમ પેપર? જાણવા માટે કરો ક્લિક..


જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ તાલુકા સહિતનાં અનેક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડવાને કારણે લણણી માટે ઉભેલા પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ચોમાસામાં નુકસાન વેઠી ચુકેલા ખેડૂતો માટે ફરી એકવાર કુદરી આફત તુટી પડે તેવી શક્યતાથી જ ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આસપાસનાં વિસ્તારમાં વિસ્તારમાં ઘઉ, ધાણા સહિતનાં પાકને નુકસાન થવા પામ્યું છે. 


ભાવનગરના ખેડૂતે પોતાનું ખેતર ખુલ્લું મુકી દીધું પશુઓને ચરવા માટે ! કારણ છે દિલ ચીરી નાખે એવું
પાટણ પંથકના અનેક વિસ્તારોનાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ઉનાળાની શરૂઆતે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું થયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube