અમદાવાદ : બિમાર કુતરાની સારવાર પ્રિન્સિપાલને 45 હજારમાં પડી, જીવદયા પ્રેમી ખાસ વાંચો

ઘોર કળિયુગમાં જીવદયા કદાચ તમને મુશ્કેલીમા મુકાવી શકે છે. ઉપરાંત આર્થિક છેતરપંડીનો ભોગ પણ બનાવી શકે છે. આવો જ એક બનાવ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ચોપડ઼ે નોંધાયો છે. 

અમદાવાદ : બિમાર કુતરાની સારવાર પ્રિન્સિપાલને 45 હજારમાં પડી, જીવદયા પ્રેમી ખાસ વાંચો

મૌલિક ધામેચા/અમદાવાદ : ઘોર કળિયુગમાં જીવદયા કદાચ તમને મુશ્કેલીમા મુકાવી શકે છે. ઉપરાંત આર્થિક છેતરપંડીનો ભોગ પણ બનાવી શકે છે. આવો જ એક બનાવ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ચોપડ઼ે નોંધાયો છે. જેમાં બિમાર કુતરાની સારવાર માટે જીવદયાનો સંપર્ક કરનાર પ્રિન્સિપાલ 45 હજારની છેતરપિંડીનો ભોગ બનવુ પડ્યું છે. જોકે હવે તેઓ ઓનલાઈન મળતી માહિતી પર પણ ભરોષો ન કરવાની સલાહ આપી રહ્યા છે. હેમંત ચૌબે નામના વ્યક્તિ અડાલજની એક ખાનગી કોલેજમાં પ્રિન્સિપાલ છે. પોતે ભણેલા ગણેલા હોવા ઉપરાંત સાયબર ફ્રોડ વિશે પુરતી માહિતી પણ ધરાવે છે.

જો કે ઓનલાઇન ફ્રોડ અંગે સારી પેઠે માહિતી હોવા છતા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પોતાના એકાઉન્ડમાં રહેલા પૈસા પૈકી 45 હજાર ગુમાવવાનો સમય આવ્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના દિવસે તેમના ઘર પાસે એક ગલુડિયુ બિમાર અવસ્થામાં હતુ. જેના કારણે તેમણે ઓનલાઈન એનિમલ હેલ્પલાઈનનો નંબર મેળવ્યો હતો. જેના પર વાત કરતા તેમને એક લિંક મોકલી જેમાં ફોર્મ ભરી ફી પેટે 10 રૂપિયા ભરવા જણાવવામાં આવ્યુ હતું. જો કે ફોર્મ ભર્યાની સાથે જ તેમના એકાઉન્ટમાંથી 45 હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. 

છેતરપિંડીની વધુ વિગત જણાવતા હેમત ચૌબે એ જણાવ્યુ કે, પોતે ઓનલાઈન ફ્રોડ વિશે માહિતી ધરાવે છે, પરંતુ છેતરપિંડીમાં સામાન્ય રીતે કોલર કોલ કરી રુપિયા પડાવતા હોય છે. પરંતુ તેમના કેશમાં તેઓ સામેથી છેતરપિંડીનો શિકાર કરવા માટે બનાવેલા ગાળીયામાં ફસાઈ રહ્યા હતા. પરંતુ હવે તેઓ ઓનલાઈન મળતી માહિતી પર પણ લોકોને ભરોશો ન કરવા જણાવી રહ્યા છે. કારણ કે ઓનલાઈન મળતી માહિતી પણ છેતરપિંડી માટે બનાવેલી એક જાળ છે જેમાં માછલી સામેથી ફસાઈ જાય છે. પ્રિન્સિપાલ સાથે થયેલી છેતરપિંડીના કેસની તપાસ કરતા એક વાત તો સ્પષ્ટ થઈ કે, સાયબર ક્રિમીનલ એટલા સચેત છે કે હવે તેઓ ગ્રાહકોને નથી શોધતા. પરંતુ છેતરપિડીનો ભોગ બનવા માટે લોકો તેમની પાસે આવે છે. જીવદયાના આ કેસ પરથી ‘આ બૈલ મુજે માર’ કહેવત સાચી ઠરી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news