અમદાવાદ : હાલ દેશ સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસની સ્થિતી મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવઢવની સ્થિતીમાં છે. AMC દ્વારા એક તરફ સબ સલામતનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ એક પછી એક મીટિંગ કરે છે અને એક પછી એક જાહેરાતો કરવામાં આવે છે અને પછી તેનું પાલન નથી કરવામાં આવતું. એક તરફ જ્યારે કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દે ભારે વિમાસણની સ્થિતી સર્જાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: હોળાષ્ટક બાદ ભાજપ કોંગ્રેસનાં ઉમેદવારો ભરશે રાજ્યસભાનું ફોર્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસનાં દરેક સ્ટેશન પર સેનીટાઇઝેશન મુકવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. જો કે હજી સુધી આ સેનેટાઇઝર લગાવવામાં આવ્યા નથી. આ અંગે પુછવામાં આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, જો કોઇ પોઝીટીવ કેસ આવે તેવી સ્થિતીમાં જ સેનીટાઇઝર મુકવામાં આવશે. તેવી સ્થિતીમાં બે સવાલ થાય છે કે શું કેસ પોઝીટીવ કેસ આવે તો જ સેનીટાઇઝર મુકવા જોઇએ. તંત્રએ તકેદારી રૂપે પહેલા કોઇ પગલા ઉઠાવવા જોઇએ કે નહી. આફત આવે તેની રાહ જોઇને તંત્ર બેસી રહેશે. આ ઉપરાંત તંત્રમાં સંકલનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.


ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું
કોરોનાના વધારે 2 શંકાસ્પદ દર્દીઓ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ (SVP) માં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિ દિલ્હીથી પરત ફર્યો હોવાની વાત છે. જ્યારે એક અન્ય જયપુરનો હોવાનું સામે આવ્યો છે. જયપુરનો યુવક ઇટાલીમાંથી આવેલા મહેમાનો જ્યાં રોકાયા હતા ત્યાં રોકાયેલો હતો. જેથી તે પણ શંકાના વર્તુળમાં છે. જેથી હાલ તો તેના સેમ્પલ લઇને સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ વધારે સ્પષ્ટતા થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube