ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે. ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
Trending Photos
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે. ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
સુરત કમિશનરની મોટી જાહેરાત, બદલાઈ જશે શહેરનો ચહેરો
સેનેટ ચૂંટણીમાં પીજી આર્ટ્સમાં રોનક સોલંકી (એનએસયુઆઇ) નો વિજય થયો હતો. રોનકને 43માંથી 32 મત મળ્યા હતા. પીજી સાયન્સમાં દિવ્યપાલસિંહ સોલંકી (એબીવીપી)નો વિજય થયો હતો. લો ફેકલ્ટીમાં હર્ષાદિત્યસિંહ પરમાર (એનએસયુઆય)નો વિજય થયો છે. જ્યારે બીએડમાં શુભમ તિવારી(એનએસયુઆઇ) છે. યુજી સાયન્સમાં દક્ષ પટેલ (એનએસયુઆઇ)નો વિજય થયો છે. એબીવીપી ઉમેદવારને 131 મત મળતા રિકાઉન્ટીંગ માંગવામાં આવ્યા છે. રિકાઉન્ટીંગમાં પણ દક્ષનો 7 મતે વિજય થયો છે. યુજી આર્ટ્સમાં એનએસયુઆઇનાં રાજદીપસિંહ 100 મતે જીત્યા છે. યુજી કોમર્સ એબીવીપી ઝવેર દેસાઇનો વિજય થયો હતો. એબીવીપી અને એનએનયુઆિ સંગઠનોએ યુનિવર્સિટીમાં પોતાની જીતનો દાવો કર્યો છે. મતગણતરી હોવાથી 1 ડીસીપી, 3 એસીપી, પીઆઇ, 20 પીએસઆઇ તેમજ 250 જેટલા પોલીસ કર્મચારીઓ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિજેતા ઉમેદવાર...
1.રોનકસિંહ સોલંકી... પીજી આર્ટ્સ...
વિજેતા, nsui
2. શુભમ તિવારી એજ્યુકેશન nsui
3. કુંવર હર્ષઆદિત્ય લો nsui
4. પીજી સાયન્સ દિવ્યપાલસિંહ સોલંકી abvp
5. દક્ષ પટેલ, યુજી સાયન્સ, nsui
6. પીજી કોમર્સ, nsui રાહુલ
7. રાજેન્દ્રસિંહ પરમાર, યુજી આર્ટ્સ, nsui વિજેતા
8. ઝવેર દેસાઈ, યુજી કોમર્સ, abvp
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે