અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં કોંગો વાયરસથી બે દર્દીઓના થયેલા મોતને લઈ રાજ્ય સરકાર ચિંતિત બની છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ મામલે દોડતા થયા છે. તેઓ કેબિનેટ બેઠકમાં કોંગો વાયરસની સમગ્ર સ્થિતિ અંગે અહેવાલ આવશે. તેઓ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને હાલની સ્થિતિ અને આરોગ્ય વિભાગે લીધેલા પગલા વિશે બ્રિફ કરશે. તેમજ આગામી એક્શન પ્લાન અંગે પણ ચર્ચા થશે. 


દુનિયાના 100 મહત્વના સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યું સ્થાન, TIME મેગેઝીને જાહેર કર્યું લિસ્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં જે પરિવારના સદસ્યમાં કોંગો ફીવર ડિટેકટ થયો હતો, તે જ પરિવારનો સભ્ય હાલ શંકાસ્પદ દર્દી કરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યો છે. આ દર્દી 3 દિવસથી સિવિલમાં સારવાર હેઠળ છે. ત્યારે કોંગો ફિવરના કેસને લઈ સિવિલનું તંત્ર પણ એલર્ટ થયું છે. 


ભરૂચ પાસે નર્મદા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઊપર વહી રહી છે, 20 ગામોમાં એલર્ટ


તો બીજી તરફ, અમદાવાદ SVP હોસ્પિટલ દ્વારા મોકલાયેલા તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ સપોર્ટ સ્ટાફના રિપોર્ટ નેગેટિવ આવ્યા આવ્યા છે. પરંતુ શંકાસ્પદ તમામ દર્દીઓને હજુ પણ દેખરેખ હેઠળ રખાયા છે. હાલ 8 દર્દીઓ છે. 


Photos : ગુજરાતના આ મહાદેવ મંદિરનો રોચક ઈતિહાસ જાણવા 5000 વર્ષ પાછળ જવું પડશે


સુરેન્દ્રનગરના લીંબડી ગામે વાયરસ વકર્યો 
લીંબડી તાલુકાના ઝામડી ગામે કોંગો ફીવરનો કેસ નોંધાતાં આરોગ્ય ટીમના ગામમા ધામા કર્યા છે. થોડા સમય પહેલા આ ગામમાં કોંગો વાયરસથી બે મહિલાઓના મોત થયા હતા. તેમજ એક મહિલાનો લેબોરેટરી રિર્પોટ કરાવતા કોંગો ફીવર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તંત્રએ સક્રિય બનીને તાત્કાલિક આ મામલે સમગ્ર ઝામડી ગામમાં દવાના છંટકાવ સાથે ફોગિંગ કરાવ્યું હતું. તેમજ ગામમાં આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ બાબતે ડીડીઓ, ટીડીઓ, આરોગ્ય અધિકારી, પશુ ડોકટર સહિતના કાફલાએ ગામની મુલાકાત લીધી અને રોગચાળો અટકાવવા ગામ લોકો સાથે જાગૃતા લાવી ને કરી ગંદકી દૂર કરવા અને અન્ય આરોગ્યને લગતાં સલાહ સૂચન કર્યા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :