Photos : ગુજરાતના આ મહાદેવ મંદિરનો રોચક ઈતિહાસ જાણવા 5000 વર્ષ પાછળ જવું પડશે

પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા. તે સમયે ભગવાન શિવની પૂજા કરવા માટે જુદાજુદા વિસ્તારોમાં તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. આવી જ રીતે મોરબી નજીક આવેલા વિશાળ જંગલમાં જ્યારે પાંડુ પુત્ર જય રોકાયા હતા ત્યાં રાફડામાંથી શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયું હતું. આ જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ જ મંદિર આજે સ્વયંભૂ શોભેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. 

હિમાંશુ ભટ્ટ/મોરબી :પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા. તે સમયે ભગવાન શિવની પૂજા કરવા માટે જુદાજુદા વિસ્તારોમાં તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. આવી જ રીતે મોરબી નજીક આવેલા વિશાળ જંગલમાં જ્યારે પાંડુ પુત્ર જય રોકાયા હતા ત્યાં રાફડામાંથી શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયું હતું. આ જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ જ મંદિર આજે સ્વયંભૂ શોભેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. 

1/4
image

વાત કરીએ મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવ મંદિરની, જે 5૦૦૦ વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન પંચાળ ભૂમિમાં રોકાયા હતા અને સૌરાષ્ટ્રમાં તેના પુરાવાઓ પણ ઠેરઠેર જોવા પણ મળે છે. અજ્ઞાતવાસમાં ધર્મરાજા યુધ્ધિષ્ઠરને શિવ પૂજા કર્યા પછી જ અન્નજળ લેવાનો નિયમ હતો. જેથી રાફડામાંથી શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. ત્યારથી અહી શિવપૂજા થવા લાગી.  એન તે જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધિષ્ઠિર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારથી આ મંદિર છે અને મંદિરની બાજુના ભાગમાં નાગાબાવાઓનો અખાડાઓ પણ હતો.

2/4
image

મંદિરના મહંત જિગ્નેશગીરી ગોસાઈ મંદિર વિશે જણાવે છે કે, વર્ષો પહેલા જ્યારે નાગાબાવા આ જગ્યાએ રહેતા હતા ત્યારે માત્ર નાની દેરી જેવું મંદિર હતું. ત્યાર બાદ આ મંદિરે સેવા પૂજા કરતા મહંત વાલાપુરી મહાદેવાપરી ગોસાઈ મોરબીના રાજા સર વાઘજી ઠાકોર સાથે મંદિર બંધાવવા માટે જીદે ચઢ્યા હતા. વાઘજી ઠાકોરે એવી શરત મૂકી હતી કે જો મંદિરમાં મુકવામાં આવેલ નંદી(પોઠીયો) એક ડોલ પાણી પી જાય અને ઘાસનો પૂડો ખાઈ જાય તો મંદિર બંધાવી આપશે. ત્યારે મહાદેવે મોરબીના રાજા વાઘજી ઠાકોરને પરચો આપ્યો હતો અને મંદિરનો પોઠિયો ઘાસ ખાઈ ગયો અને પાણી પી ગયો હતો. ત્યાર બાદ રાજાના કહેવાથી જૈન સદગતના હસ્તે શિખરબદ્ધ મંદિર ઉભું કરવામાં આવ્યું હતું

3/4
image

શ્રાવણ મહિના દરમ્યાન આ મંદિરે શિવાજીના દર્શન કરવા માટે લોકો મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. અહીં સમગ્ર મહિનો ભંડારાની પણ વ્યવસ્થા જુદાજુદા દાતાઓ તરફથી કરવામાં આવે છે. મંદિરની આસપાસમાં લીલોતરી હોવાથી ઘણા લોકો પોતાના પરિવારજનોની સાથે અહી હરવા-ફરવા માટે પણ આવતા હોય છે. જો કોઈ દર્શનાર્થી બહારગામથી આવ્યા હોય અને ભોજન પ્રસાદ માટે મંદિરના સંચાલકને જાણ કરવામાં આવે તો મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.

4/4
image

શ્રાવણ મહિના દરમિયાન પહેલા સોમવારે આ મંદિર પાસે મેળો યોજાય છે, જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. શોભેશ્વર મહાદેવનો પરચો તો મોરબીના રાજા સર વાઘજી ઠાકોરને પણ થયા છે.