નવસારી : જિલ્લા પંચાયતનાં 2 સભ્યો ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. ભાજપની સભામાં જિલ્લા પંચાયતનાં બે કોંગ્રેસી સભ્યોએ કેસરીયા કર્યા હતા. આ સાથે 70 જેટલા કોંગ્રેી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. જો કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. આ કાર્યક્રમમાં 300 જેટલા લોકો હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શાળાઓની દાદાગીરી: મહારાણી કન્યા વિદ્યાલયે બાળકોને પુસ્તકોનાં બહાને શાળાએ બોલાવ્યા

કોરોનાના કાળમાં નવસારી ભાજપે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ખેરગામના વાડ ગામે બાપા સીતારામ મઢુલી ખાતે યોજાયો હતો. જાહેરનામું હોવા છતા કાર્યક્રમમાં 300થી વધારે લોકો હાજર રહ્યા હતા. એક તરફ સરકાર જાહેર મેળાવડાથી બચી રહી છે ત્યારે ધારાસભ્યો જ નિયમો તોડી રહ્યા છે. નવસારીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતનાં અનેક નિયમોના લીરે લીરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશમહામંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. 


સુરત: નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતથી ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં બે સભ્યો ભાજપમાં જોડાયા હતા. ઉનાઇ બેઠકનાં ભીખુ પટેલ અને કુકેરી બેઠકના શિલાબેન પટેલ ભાજપ જોડાયા હતા. તેમની સાથે 70 કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે 70થી વધારે કોંગ્રેસી કાર્યકરોએ પણ કેસરિયા કર્યા હતા. જેના પગલે હવે કોંગ્રેસની 12 પૈકી 10 જ જિલ્લા પંચાયતો બચી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube