અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. AMCના કમિશનર વિજય નહેરાએ આ માહિતી  આપી હતી. 


સુરત : બેંગલુરુના દંપતીએ જન્મના 17 દિવસ બાદ દીકરીનો ચહેરો જોયો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING