કોંગ્રેસના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે.
ગાંધીનગર : ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે.
અબડાસા - મહંમદ ઝૂંક
માંડવી - રાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજ - અર્જુન હુદિયા
દસાડા - નવસાદ સોલંકી
લીંબડી - કલ્પના મકવાણા
ચોટીલા - ઋત્વિક મકવાણા
ટંકારા -લલિત કગથરા
વાંકાનેર - મહંમદ જાવેદ પીરઝાદા
ગોંડલ - યતીશ દેસાઈ
જેતપુર - દીપક વેંકરીયા
ધોરાજી - લલિત વસોયા
કાલાવાડ - પ્રવીણ માછડીયા
જામનગર સાઉથ - મનોજ કથીરિયા
જામજોધપુર - ચિરાગ કાલરિયા
જામખંભાળિયા - વિક્રમ માડમ
જુનાગઢ - ભીખાભાઈ જોશી
વિસાવદર - કરસનભાઈ વડોદરીયા
કેશોદ - હીરાભાઈ જેતાવા
માંગરોળ - બાબુભાઈ વાજા
સોમનાથ - વિમલ ચુડાસમા
ઉના - પુંજાભાઈ વંશ
અમરેલી - પરેશ ધાનાણી
લાઠી- વિરજી ઠુંમર
સાવરકુંડલા - પ્રતાપ દૂધાત
રાજુલા - અમરીશ ડેર
તળાજા - કનુભાઈ બાબરીયા
પાલિતાણા - પ્રવીણભાઈ રાઠોડ
ભાવનગર પશ્ચિમ - કિશોરસિંહ ગોહિલ
ગઢડા - જગદીશ ચાવડા
ડેડીયાપાડા - જેરમાબેન વસાવા
વાગરા - સુલેમાનભાઈ પટેલ
ઝઘડિયા - ફતેસિંહ વસાવા
અંકલેશ્વર - વિજયસિંહ પટેલ
માંગરોળ, સુરત - અનિલભાઈ ચૌધરી
માંડવી - આનંદભાઈ ચૌધરી઼
સુરત ઈસ્ટ - અસલમ સાઈકલવાલા
સુરત નોર્થ - અશોકભાઈ વી પટેલ
કારંજ - ભારતી પટેલ
લિંબાયત - ગોપાલભાઈ પાટીલ
ઊધના - ધનસુખ રાજપૂત
મજૂરા - બલવંત શાંતિલાલ જૈન
ચૌર્યાસી - કાંતિલાલ પટેલ
વ્યારા - ઉનાભાઈ ગામીત
નિજર - સુનીલભાઈ ગામીત
વાંસદા - અનંતકુમાર પટેલ
વલસાડ - કમલકુમાર પટેલ
અનેક ધારાસભ્યોને રિપીટ કરાયા
અબડાસા, માંડવી, ભૂજ, દશાડા, લીંબડી, ચોટીલા, ટંકારા, કાલાવાડ, જામનગર સાઉથ, ખંભાળિયા, જુનાગઢ, માંગરોળ, સોમનાથ, ઉના, લાઠી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, માંડવી, તલાજા જેવા બેઠકો પર રિપીટ થિયરી અપનાવાઈ છે. કહેવાય છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોનુ પત્તુ ક્યારેય કાપતી નથી. કોંગ્રેસ રિપીટ થિયરી પર કામ કરે છે. તેથી તે વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને રિપીટ કરે છે.
ખાસિયત
જયેશ રાદડિયા સામે જેતપુર બેઠક પર દીપક વેંકરીયાને ઉભા કરાયા
વિસાવદરમાં ધારાસભ્ય હર્શદ રિબાડિયા છોડી ભાજપમાં જોડાયા હતા, તેને બદલે કરસનભાઈ વડોદરીયાને ટિકિટ અપાઈ છે
કેશોદ પર રેશમા પટેલના અરમાન પર પાણી ફરી વળ્યું છે. આ બેઠક પર હીરાભાઈ જેઠવાને ટિકિટ અપાઈ છે. જેથી એનસીપીનું ગઠબંધન અહી જળવાયુ નથી. અહી રેશમા પટેલે એનસીપી પાસેથી ટિકિટ માંગી હતી
ગોંડલની બેઠક પર કશ્મકશની જંગ ચાલતી હતી, જ્યાં યતીશ દેસાઈને ટિકિટ અપાઈ
જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાય તેવી ચર્ચા હતી, પરંતું કોંગ્રેસ તેમને ફરી ટિકિટ આપી છે, જેથી તેમના ભાજપમાં જોડાવા પર પૂર્ણવિરામ મૂકાયું
પાલિતાણા બેઠક પર પ્રવીણ રાઠોડ 2017 માં હારી ગયા હતા, તેમને 2022 માઁ ફરી રિપીટ કરાયા
ડેડીયાપાડામાં બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું હતું. આ ગઠબંધન થયુ નથી. અહી આદિવાસી વિસ્તારના મજબૂત કાર્યકર્તા જેરમાબેનને ટિકિટ અપાઈ છે. ઝઘડિયા બેઠક પર પણ બીટીપીનું વર્ચસ્વ છે, જ્યાં કોંગ્રેસનું ગઠબંધન થયુ હોય છે. આ બેઠક પર ફતેસિંહ વસાવાને ટિકિટ અપાઈ છે. આ બંને બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જે બતાવે છે કે કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન પૂર્ણ થયું છે.
[[{"fid":"410208","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cong_list_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"cong_list_zee2.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cong_list_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"cong_list_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"cong_list_zee2.jpg","title":"cong_list_zee2.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"410207","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cong_list_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"cong_list_zee1.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cong_list_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"cong_list_zee1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"cong_list_zee1.jpg","title":"cong_list_zee1.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
તો બીજી તરફ, ભાજપની બીજી યાદી આવતી કાલે આવી શકે છે. પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. તો બુધવારે ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે.