Loksabha Election 2024 : પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને ભવ્ય રેલી અને સભા યોજ્યા બાદ ઉમેદવારી ભરવા જશે. ત્યારે સભામાં ઉમટેલી જનમેદની જોઈ ગેનીબેન રડી પડ્યા હતા. તો બીજી તરફ સુરેન્દ્રનગર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા રડી પડ્યા હતા. ગેનીબેન સ્ટેજ પર જ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આસું આવી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેને સંબોધનમાં કહ્યું હતું કે, મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્ય સુધી લોકોની સેવા કરી છે. આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય તો અમે નહિ લેવા દઈએ. જેનાથી તમે ડરો છે એના માટે તમારીબેન ગેનીબેન કાફી છે. હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ હું જનતાને ભરોસો આપું છું કે હું ભૂતકાળમાં કોઈ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવીશ નહિ. એકબાજુ જનશક્તિ છે તો બીજું બાજુ ધનશક્તિ છે. હું બનાસની બેન છું, તો સામે બનાસ બેંક છે. લોકશાહી પૈસાથી ન ખરીદાય તે 2017ની મારી વાવની ચુંટણી લોકોએ બતાવ્યું છે. મારા લોકોને કોઈ વહીવટી તંત્ર હેરાન કરવા માગતું હોય તો હું ઝાંસીની રાણીની જેમ ચાલીશ. હું તમને ગીતાની અને સંવીધાનની સાક્ષીએ ખાતરી આપું છું. હજુ 7 તારીખ સુધી ઘણા બધા રંગો આવવાના છે હજુ તેવો રેલમછેલ કરશે પણ મારા બનાસકાંઠાના લોકો આંચ નહિ આવવા દે. આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે. મને જિલ્લો ઝાંસીની રાણી તરીકે સરખાવતી હોય તો મારે પોલીસ પ્રોટેક્શન લેવું ન પડે. મારે એક દીકરો છે તેના લગ્ન થઈ ગયા છે હવે મારે પરિવારમાં હવે ચિંતા નથી એટલે હું મારું જીવન બનાસકાંઠાની જનતા માટે જીવવા માંગુ છું. મારે રોજના 50 હજાર લાખ આવે અને હું એ મારી સાથેના લોકોને આપું ત્યારે મને રાત્રે વિચાર આવે અને એમ થાય કે આ જનતાએ તારા ઉપર ભરોસો મુક્યો એ તોડથી નહિ.


આવ બેટા આ વખતે બનાસકાંઠામાં, તમને ખબર પડશે : કોંગ્રેસના નેતાનો ભાજપનો ખુલ્લો પડકાર


Thank you Rupalaji, કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો,આ છે કારણો


ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી નીકળી
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દેશી અંદાજમાં ટ્રેક્ટરમાં સવારી કરીને ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. તેમની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોવા મળ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી કાઢી છે, અને બાદમાં સભાને સંબોધન કરશે. ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનેબેન ઠાકોર સભામાં જવા થયા રવાના હતા. ત્યારે બનાસકાંઠામાં ગેનીબેનનું શક્તિ પ્રદર્શન અને રેલી ભાજપને સો ટકા રેલો લાવી દેશે. 


ગેનીબેનની રેલી ભાજપનો રેલો લાવશે 
ગેનીબેન ટ્રેક્ટર પર બેસીને સભા સ્થળ તરફ જવા નીકળ્યા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનેબેન ઠાકોર રેલી અને સભા યોજી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનેબેન ઠાકોર સભામાં જવા થયા રવાના હતા. આ બાદ તેઓ પાલનપુરના ચડોતર નજીક જાહેર સભાને સંબોધશે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે. 


દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ?