આવ બેટા આ વખતે બનાસકાંઠામાં, તમને ખબર પડશે : ગેનીબેનની સભામાં એક નેતાનો ભાજપને ખુલ્લો પડકાર
Geniben Thakor : બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ભરશે ફોર્મ.... ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન રેલી અને સભા કરશે...સભામાં જતા પહેલા ગેનીબેને લીધા ભગવાનના આશીર્વાદ.... ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે મહાદેવ અને આનંદ પ્રકાશ બાપજીના કર્યા દર્શન
Trending Photos
Loksabha Election 2024 : આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી કરવાની શરૂઆત કરી છે. ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દેશી અંદાજમાં ટ્રેક્ટરમાં સવારી કરીને ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. તેમની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોવા મળ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી કાઢી છે, અને બાદમાં સભાને સંબોધન કરશે. ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનેબેન ઠાકોર સભામાં જવા થયા રવાના હતા. ત્યારે બનાસકાંઠામાં ગેનીબેનનું શક્તિ પ્રદર્શન અને રેલી ભાજપને સો ટકા રેલો લાવી દેશે.
એકબાજુ પાટીલ અને બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ
બનાસકાંઠામાં ગેનીબેનની ભવ્ય રેલી વિશે કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોરે કહ્યું કે, એક બાજુ પાટીલ અને બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ છે. પાટીલ દરેક સભાઓમાં કહે છે કે 26 માંથી 26 સીટો મેળવીશું. પણ બેટા આ વખતે આવો બનાસકાંઠામાં, તમને ખબર પડે.
તે સભામાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગેનીબેન માટે બનાસના લોકો ભાવના લઈને નીકળ્યા છે એટલે વિજય ગેનીબેનનો નહિ લોકોનો થવાનો છે. હું નર્મદા વિભાગમાં મિનિસ્ટર હતો એટલે કચ્છના અને બનાસકાંઠાના લોકોને આપવાનું કર્યું હતું. પણ અફસોસ આ વિસ્તારના લોકોને પૂરતું નથી મળ્યું. એક નેતાનો અહંકાર. પહેલા તો એ અહંકારી નેતાને હતું કે હું સંસદ બની જાઉં. પણ પછી ગેનીબેનનું નામ આવ્યું એટલે એમનું મોઢું પડી ગયું અને એ હટી ગયા. પણ એમને બીજા કોઈ નેતાને એ જાણી ટીકીટ ન અપાવી કે કોઈ તેમની આગળ આવી જશે. એટલે રેખાબેનને શહીદ કરવા ટીકીટ અપાવી. જો તમારે ગલબાભાઈનું ઋણ ચૂકવવું હતું તો રેખાબેનને બનાસડેરીના ચેરમેન બનાવો. 82 અબજ 52 કરોડ ભાજપે ઇલેક્ટ્રોન બોન્ડથી ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે.
ગેનીબેનની રેલી ભાજપનો રેલો લાવશે
ગેનીબેન ટ્રેક્ટર પર બેસીને સભા સ્થળ તરફ જવા નીકળ્યા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનેબેન ઠાકોર રેલી અને સભા યોજી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનેબેન ઠાકોર સભામાં જવા થયા રવાના હતા. આ બાદ તેઓ પાલનપુરના ચડોતર નજીક જાહેર સભાને સંબોધશે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે.
26 સીટો તોડવાની શરૂઆત ગેનીબેને કરી - જિગ્નેશ મેવાણી
ગેનીબેનની સભામાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, 20 તારીખે યુવા અને દલિત સમાજની મિટિંગ લાકડા તોડ થરાદથી કરાશે. ગુજરાતમાં 26 સીટો તોડવાની શરૂઆત ગેનીબેને કરી છે જેને લઈને પરસોત્તમ રૂપલાની જીભ લપસી રહી છે. જેને પણ બેન દીકરીઓનું અપમાન કર્યું છે તેને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવાના છીએ. કોંગ્રેસની સરકાર આવશે તો 30 લાખ યુવાનોને નોકરી આપશે તેવો રાહુલ ગાંધીનો વાયદો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે