Loksabha Election 2024: એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આતંરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરૂ છે. જી હાં, કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતાં હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે. નેતાઓના વિરોધને ખાળવા અને મનામણાં માટે ખુદ પરેશ ધાનાણી બંધ બારણે બેઠક કરી રહ્યા છે. આ સમગ્ર વિરોધનું કારણ ઈન્દ્રનીલ રાજ્યગુરુ હોવાનું સામે આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને કેમ કોંગ્રેસમાં થઈ રહ્યો છે વિરોધ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ખેંચાવે તો કોણ લડશે ચૂંટણી, આ કડવા પાટીદારને લાગશે લોટરી


  • શું રાજકોટ શહેર કોંગ્રેસમાં બધુ બરાબર છે?

  • શું રાજકોટ જિલ્લામાં કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી?


તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતો


આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં સબ સલામત નથી. જી હાં, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં બે જૂથ પડી ગયા હોવાનું સામે આવ્યું છે.. લોકસભા ચૂંટણીમાં રાજકોટથી કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે.. ધાનાણી રાજકોટ પહોંચતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે અને આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરવા માટે પહોંચ્યા.


આ લગ્ન બન્યા ગુજરાતમાં ચર્ચાનો વિષય! કાળા કપડામાં જાનૈયા, સ્માશનમાં ઉતારો, ઉંધા ફેરા


  • પરેશ ધાનાણીની પત્રકાર પરિષદમાં શહેરના અનેક મોટા નેતાઓની બાદબાકી જોવા મળી.

  • હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોરાણી ગેરહાજર રહ્યા..

  • અશોકસિંહ વાઘેલા, રણજીત મુંધવા સહિત અનેક નેતાઓ ગેરહાજર રહ્યા.


શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો નિયમ


માહિતી એવી મળી રહી છે કે, કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં શરૂ થતાં જ વિવાદ થયો છે. એક જૂથની સ્પષ્ટ વાત છે કાર્યાલય ત્યાં ન ચાલુ કરવું જોઈએ. જોકે, વિરોધની ગંધ પરેશ ધાનાણી સુધી પહોંચતા પરેશ ધાનાણીએ પણ નારાજ નેતાઓને મનાવવા માટે બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલય ખાતે પરેશ ધાનાણીએ હેમાંગ વસાવડા સહિત નારાજ નેતાઓ સાથે બેઠક કરી હતી. જોકે, હેમાંગ વસાવડાએ આ બેઠકને ચૂંટણીની તૈયારી માટેની બેઠક ગણાવી હતી.


ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!


રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.. ધાનાણીએ પરશોત્તમ રૂપાલા નામ લીધા વગર જ પ્રંચડ પ્રહાર કર્યા હતા.. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે અને બંધારણથી મળેલા દેશના લોકોના અધિકારને અંહકારની એડીએ કચડી રહ્યા છે.


તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો


રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીનો જંગ છે. એક તરફ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ખાળવાનો પડકાર છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના જ પક્ષમાં વિરોધનો સામનો કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે, રાજકોટની બેઠકમાં શું નવા જૂની સર્જાશે.