રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કોણ લડશે રાજકોટથી ચૂંટણી, આ કડવા પાટીદારને લાગશે લોટરી

Rupala controvercy : ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કડવા પાટીદાર નેતા મોહન કુંડારિયાને લોટરી લાગી શકે છે. સોમવાર સવારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા આરંભી તો રાજકોટ સહિત રાજ્યમાં પરષોત્તમ રુપાલાને ભાજપ ઉમેદવાર તરીકે બદલશે એવી વાતોએ જોર પકડ્યું હતું.

રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કોણ લડશે રાજકોટથી ચૂંટણી, આ કડવા પાટીદારને લાગશે લોટરી

Loksabha Election 2024: રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમ છતાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી રાજ્યવ્યાપી વિરોધનો સૂર બની છે. સોશિયલ મીડિયા અને ત્યારબાદ ગોંડલના શેમળા ગામ ખાતે ક્ષત્રિય સંમેલનમાં જાહેરમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ શમતો નથી. 22 મી  સુધી ભાજપ અને ક્ષત્રિયો પાસે તક છે. 22મી બાદ આરપારની લડાઈ ચાલુ થશે. 

કડવા પાટીદાર નેતા મોહન કુંડારિયાને લાગી શકે લોટરી 
આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાજકોટમાં ક્ષત્રિયોએ મોટું શક્તિ પ્રદર્શન કર્યા બાદ રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રુપાલાને રદ્દ કરવાની માંગણી વ્યાપક બનતી જાય છે. હવે જો પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધતો જાય અને હાઈકમાન્ડ તરફથી રૂપાલાને પડતા મૂકાય તો તમારા મનમાં સવાલ થશે કે તેનો સીધો ફાયદો કોને મળી શકે છે. તો અમે તમને જણાવી દઈએ કે ક્ષત્રિયોના આંદોલન વચ્ચે રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ભાજપ ખેંચાવે તો કડવા પાટીદાર નેતા મોહન કુંડારિયાને લોટરી લાગી શકે છે.

આ લગ્ન બન્યા ગુજરાતમાં ચર્ચાનો વિષય! કાળા કપડામાં જાનૈયા, સ્માશનમાં ઉતારો, ઉંધા ફેરા
 
રુપાલાના વિવાદનો સૌથી મોટો લાભ મોહન કુંડારિયાને મળે!
સોમવાર સવારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા આરંભી તો રાજકોટ સહિત રાજ્યમાં પરષોત્તમ રુપાલાને ભાજપ ઉમેદવાર તરીકે બદલશે એવી વાતોએ જોર પકડ્યું હતું. પરંતુ પાછળથી ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરીને આ વાતને રદીયો આપ્યો હતો. પરંતુ જો આ વાત હકીકતમાં સાચી સાબિત થાય તો રાજકોટ ઉમેદવાર પરષોત્તમ રુપાલાના વિવાદનો સૌથી મોટો લાભ વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને મળી શકે એમ છે. 

મોહન કુંડારિયાને ત્રીજી વાર ઉમેદવાર જાહેર કરી શકે!
મહત્નું છે કે, વર્તમાન સાંસદ મોહન કુંડારિયા થોડા સમયથી હાંસિયા પર ધકેલાયા હતા, પણ પરષોત્તમ રુપાલાની વિવાદીત ટિપ્પણી બાદ ભાજપ ક્ષત્રિય સમાજની નારાજગીને ખાળવા માટે રૂપાલાના સ્થાને વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને ત્રીજી વાર ઉમેદવાર જાહેર કરી શકે છે. રાજ્યભરના ક્ષત્રિયો ભાજપથી વિમૂખ ન થાય અને તેમનો આક્રોશ શાંત થાય એ ખાતર પરષોત્તમ રુપાલાની ટિકિટ કાપીને મોહન કુંડારિયાને ફરીથી ઉમેદવાર બનાવી શકે તેમ છે. 

તમને જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાએ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news