અમદાવાદ: લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાનો હોવાથી આ બેઠકમાં ઉમેદવારોના અંતિમ મહોર મારવા અંગેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 13 લોકસભાની બેઠક પૈકી 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે છે.  કોંગ્રેસના નેતાઓમાં અનેક વાર ચૂંટણીના પહેલા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો બાદ આંતરિક અસંતોષ બહાર આવે છે. જેથી ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.


સુપ્રિમના નિર્ણય બાદ તલાલા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીનો ઉમેદવાર થશે નક્કી



મહત્વનું છે, કે અગાઉ 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પૂંજા વંશના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે. બાકીની 13 બેઠકોમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર, ભાવનગર સહિતની બેઠકો માટે કોંગ્રેસે પેનલ તૈયાર કરી છે.