• કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ

  • પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું


ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીની વરણી કરવામાં આવતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે આ સમયે વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠીયાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જોકે ગણતરીની કલાકોમાં જ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરૂ અને ભાનુબેન સોરાણીનાં પતિ પ્રવિણ સોરાણી વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં તેમણે ભાનુબેન સોરાણીની વરણી પર નારાજગી દર્શાવી હતી.


આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક ફંગસનું દર્દીઓ પર આક્રમણ, જે હાડકા પણ ઓગાળી દે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજગુરુ અને પ્રવિણ સોરાણી વચ્ચેની વાતચીત લીક થઈ છે. જેમાં ઈન્દ્રનિર રાજગુરુ કહી રહ્યાં છે કે, તમે હોવ તો હજી વ્યાજબી છે. પ્રવિણભાઇ તમે આનો અસ્વિકાર કરજો નહિં તો રાજકોટ કોંગ્રેસમાં ઉંધે પડ દેવાની જવાબદારી સ્વીકારજો. તમને કોંગ્રેસની પડી જ નથી. વસરામને ટીકીટ આપવાની ના જ પાડી હતી. આનો અસ્વિકાર કરજો નહિં તો તમને બહું નડશે. મહેશ રાજપૂતનાં રસ્તે હાલો છો તે મને ખબર છે. જેને બોલતા ન આવડતું હોય તેને બનાવે તે રાજકોટ કોંગ્રેસની આબરૂ. 


આ પણ વાંચો : 7 મહિલાઓને કારણે ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી  


ત્યારે આ મામલે પ્રવિણ સોરાણીએ ઉપર ફરીયાદ કરવાનું કહેતા ઇન્દ્રનિલ રાજગુરૂએ ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ તેવું કહ્યું હતું. ત્યારે હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જોકે વિરોધપક્ષનાં નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે કહ્યું હતું કે, રાજકોટના તમામ વિસ્તારોમાં સુવિધાઓ સાત્વરે મળે તેવા પ્રયત્નો કરશે તેવું કહ્યું હતું. જોકે હવે આ જૂથવાદ સામે આવતા નવો જ વિવાદ શરૂ થયો છે. 



પ્રદેશ કોંગ્રેસે કરેલી નિમણૂંક સામે ઇન્દ્રનિલ રાજગુરૂએ વાંધો ઉઠાવ્યો છે અને નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ભાનુબેન સોરાણીને રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે કામ કરવા દેવામાં આવે છે કે નહિં તે જોવું રહ્યું.