રાજકોટમાં વધુ એક ફંગસનું દર્દીઓ પર આક્રમણ, જે હાડકા પણ ઓગાળી દે છે

કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતો સાજા થઈ રહ્યાં છે. પરંતુ રિકવર થયા બાદ પણ ઓરલ હાઈજીનિંગ ન થવાના કારણે ફંગસ થવાનો ખતરો વધી રહ્યો છે. કેમ કે, કોરોનાથી રિકવરી માટે દર્દીઓને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ એ દર્દીઓના મોઢામાં એક પ્રકારની એસ્પરઝિલસ ફંગસ (Aspergillus fungus), કેન્ડીએસિસ ફંગસ થઈ જાય છે. આ ફંગસ એટલે ખતરનાક છે કે, તે ધીરે ધીરે ફેફસામાં પહોંચી જાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. આમ, ધીરે ધીરે આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. તે એટલુ ખતરનાક છે કે, તે હાડકા પણ ગાળી દે છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની ફંગસના કેસ વધી રહ્યાં છે.  

Updated By: May 27, 2021, 12:23 PM IST
રાજકોટમાં વધુ એક ફંગસનું દર્દીઓ પર આક્રમણ, જે હાડકા પણ ઓગાળી દે છે

ગૌરવ દવે/રાજકોટ :કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતો સાજા થઈ રહ્યાં છે. પરંતુ રિકવર થયા બાદ પણ ઓરલ હાઈજીનિંગ ન થવાના કારણે ફંગસ થવાનો ખતરો વધી રહ્યો છે. કેમ કે, કોરોનાથી રિકવરી માટે દર્દીઓને કોર્ટિકો સ્ટીરોઈડ આપવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ એ દર્દીઓના મોઢામાં એક પ્રકારની એસ્પરઝિલસ ફંગસ (Aspergillus fungus), કેન્ડીએસિસ ફંગસ થઈ જાય છે. આ ફંગસ એટલે ખતરનાક છે કે, તે ધીરે ધીરે ફેફસામાં પહોંચી જાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. આમ, ધીરે ધીરે આ ફંગસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. તે એટલુ ખતરનાક છે કે, તે હાડકા પણ ગાળી દે છે. ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારની ફંગસના કેસ વધી રહ્યાં છે.  

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસ બાદ એસ્પરઝિલસ ફૂગનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં એસ્પરઝિલસ ફૂગથી ફેફસામાં ઈન્જેક્શનના કેસ વધ્યા છે. રાજકોટ સિવિલમાં 100 થી વધુ દર્દીઓ દાખલ છે. જેમાં 20 ટકા દર્દીઓમાં એસ્પરઝિલસ ફૂગના લક્ષણો જોવા મળ્યા છે. આ ફૂગજન્ય રોગ મ્યુકોરમાઇકોસિસ જેવો ગંભીર નથી ગણાતો. તેના દર્દીઓ ટેબ્લેટની સારવારથી સાજા થી જાય છે. પરંતુ તેની દવાઓ મોંઘીદાટ હોય છે.

આ છે એસ્પરઝિલસ ફૂગના લક્ષણો
મોઢામાંથી વાસ આવવી, સ્વાદ આવવું બંધ થઈ જવું, મોઢામાં લાલ રેશિઝ થઈ જવા, નાના છાલા બની જવા વગેરે લક્ષણો હોઈ શકે છે. કોરોનાથી રિકવરી આવનારા લોકોને સમસ્યા રહે છે કે, તેમના દાંતમાં દુખાવો થાય છે. 

રાજકોટમાં જલ્દી જ એઈમ્સ માટે ભરતી  પ્રક્રિયા યોજાશે 
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં એક તરફ કોરોનાથી લઈને મ્યુકોરમાઈકોસિસ સુધીની બીમારીઓ વધી રહી છે. પરંતુ આ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ એઇમ્સ હોસ્પિટલ 2023 સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે. ડિસેમ્બર-2021માં એઇમ્સ હોસ્પિટલની OPD શરૂ કરવામાં આવશે. OPD શરૂ થતાં સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓને સારવાર મળવાની શરૂ થશે. આગામી 15 દિવસમાં વિવિધ ફેકલ્ટી અને સ્ટાફની ભરતી પ્રક્રિયા યોજાશે.