Patan News : પાટણનાં પ્રગતી મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનો આ પ્રસંગે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જે માટે પ્રગતિ મેદાન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મૈત્રી કરારના કાયદાનો વિરોધ કરાયો હતો. સાથે જ લગ્ન નોંધણી માટે ગામના પંચોની સાક્ષીમાં થવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. 
 
આંદોલનનું રણશીંગુ પાટણથી ફૂંકાશે - જગદીશ ઠાકોર
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે જાહેર મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે પછાત છે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે. ઠાકોર સમાજ ખૂબ મોટો છે માટે તેને ટાર્ગેટ કરવામાં આવે છે. રોહિણી પાંચ અહેવાલ સરકાર દબાવીને બેઠો છે. જાતિ આધારિત ગણતરી થાય તો ઠાકોર સમાજને ઘણું મળી શકે છે. જ્ઞાતિ આધારિત ગણતરી માટેના આંદોલનનું રણશીંગુ પાટણથી ફૂંકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના નવો ધડાકો, સોમવારે ઠંડો પડશે વરસાદ, જુઓ કેવી ખતરનાક છે નવી આગાહી
 
ગેનીબેન ઠાકોર બાઇટ મુદ્દા
ગેનીબેને આ કાર્યક્રમમાં જમાવ્યું કે, આજે પાટણની પવિત્ર ભૂમિ પર કોંગ્રેસનું મોવડી મંડળ દ્વારા મારો સન્માન સમારંભ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ મારું નહિ બનાસની જનતાનું સન્માન છે. કુંવાસી તરીકે મારે આભાર માનવો તેમજ ઓબીસીની માંગને સમર્થન આપું છું. રોડ માટે જોબ વર્ક માંગીએ છીએ તેમને પત્ર લખવા બદલ કેટલાકને પેટમાં ચૂક આવી છે. કોઈપણ સમાજ છાત્રાલય બનાવી શકે, પણ પાંચ કરોડના રસ્તા ના બનાવી શકે એટલે વસ્તી ગણતરી જરૂરી છે. ગેનીબેને સ્થાનિક ચૂંટણીઓ પછી ઠેલવા બદલ પ્રહાર કરતા કહ્યું કે, વન નેશન વન ઈલેક્શનની વાતો કરતી ભાજપની સરકાર ગુજરાત મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરી શક્તી નથી. સહકારી સંસ્થાઓને આડે હાથ લઇ પેટા કાયદા થકી ચૂંટણીઓ કરી પોતાના લોકોને ગોઠવે છે. 


અંબાલાલે છેક ફેબ્રુઆરી 2025 સુધીની કરી ભવિષ્યવાણી, હવેના દિવસોમાં મોટી ઉથલપાથલ થશે


લિવ ઈન રિલેશનશીપ મુદ્દે ગેનીબેન કહ્યું કે, મારો અંત્રાઆત્મા આત્માના અવાજમાં દીકરીના લગ્નની ગામમાં જ થાય તેમજ અસામાજિક તત્વો મૈત્રી કરારનો દૂર ઉપયોગ સામે અવાજ ઉઠાવશે. અગિયાર લાખ મામેરા પેટે આપ્યા તે બાબતનો ઉલ્લેખ કરી દીકરી જ્યારે પરણી સાસરે જાય તે પહેલા ઘરે કંકુના થાપા મારે, તે ફિંગર પ્રિન્ટ કહેવાય અને દીકરી એવું કહેવા માંગે છે, કે હવે મારે મિલ્કતમાં ભાગ નથી જોઈતો. દાહોદની ઘટનાનો ઉલ્લેખ પશ્ચિમ બંગાળની ઘટનામાં આવેદન આપે જ્યારે ગુજરાતમા ચૂપ કેમ છે. 


આ પ્રસંગે ગુજરાત પ્રદેશના નેતા મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. ગેનીબેનના સન્માન સમારંભના નામે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક પ્રકારનું શક્તિ પ્રદર્શન બની રહ્યું. આ પ્રસંગે બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખનો ચેક આપી ગેનીબેનનું મામેરું ભર્યું હતું. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈ દ્વારા ગેનીબેનને મામેરા પેટે એક લાખ રૂપિયા અને  કપડાં અપાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળના શક્તિ ગોહિલ, અમિત ચાવડા, મુકુલ વાસનિકજી અને જગદીશ ઠાકોરને ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. 


પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત