હવામાન વિભાગના નવો ધડાકો, સોમવારે ઠંડો પડશે વરસાદ, જુઓ કેવી ખતરનાક છે નવી આગાહી
IMD Rain Alert In Gujarat : ગુજરાતભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
આજે અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
સોમવારે ઠંડો પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ નવરાત્રિમાં પણ ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. હવે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આવતીકાલે સોમવારે ક્યાં ક્યાં આવશે વરસાદ
આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.
Trending Photos