પ્રેમલ ત્રિવેદી/ પાટણ: પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને મહિલા અને યુવા સંમેલન યોજાયું હતુ. જેમાં સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના વિકાસના કામોથી અવગત કરાવ્યા હતા. અને ત્યાર બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા.
 
સ્મૃતિ ઈરાનીએ સરકારે કરેલ 5 વર્ષના ભાજપના અનેક યોજનાઓ પ્રજા સમક્ષ મૂકી હતી. સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધતા પાટણના વિકાસના એક પણ મુદ્દાને ધ્યાને ન લઈ માત્રને માત્ર અમેઠીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને વધુ્માં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સભામાં લોકોને બોલાવવા પણ મોદીના નામનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.


લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોંગ્રેસની ચાર પેઢીએ લોકોના સપના સાકારના કર્યા ત્યારે દિલ્લીમાં ભાજપની સરકાર બની ત્યારે લોકોના વિકાસના કામો થયા તેવા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પાટણ ખાતે ભાજપ દ્વારા યોજાવામાં આવેલ મહિલા અને યુવા સંમેલનમાં સ્મૃતિ ઈરાની સભા સ્થળે 3 કલાક મોડા આવ્યા અને બાદમાં પોતાની સ્પીચ આપી મીડિયાથી દુર રહ્યા હતા.