અલ્કેશ રાવ/બનાસકાંઠા :પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) કોંગ્રેસમાં જોડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બીકે ગઢવી સંકુલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંચ પરથી હાર્દિક પટેલે (Hardik Patel) હુંકાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટી (BJP) ને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આ જ બનાસકાંઠાની જનતાએ 6 સીટો કોંગ્રેસને આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાની જનતા કોંગ્રેસની સાથે - હાર્દિક પટેલ
પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અભિવાદન કાર્યક્રમમાં કોંગ્રેસ (gujarat congress) નેતા હાર્દિક પટેલે આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યુ હતું કે, જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે મોટી સંખ્યામાં અન્યાય સામે લડવું પડે છે. જીગ્નેશ મેવાનીએ દલિતો, શોષિતો સામે કામ કર્યું છે. ગુજરાતમાં 30 વર્ષથી સતામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આજ બનાસકાંઠાની જનતાએ 6 સીટો કોંગ્રેસને આપી હતી. તો આગામી 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બનાસકાંઠાની 9 સીટો જીતશે. 2022 ની ચૂંટણીમાં 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવશે. 


આ પણ વાંચો : ઠંડીના ચમકારા વચ્ચે માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી 


કૌરવો અને પાંડવોને લઈને હાર્દિક પટેલનું મોટું નિવેદન 
તેમણે કહ્યુ હતું કે, હવે જો ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના ત્રણ પાયા છોડીને તમને 30 સીટો ઉપર લાવી દઈશું. 2014 પહેલા ગુજરાત અને દેશમાં પેટ્રોલ 70 રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી (gujarat bjp) મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી. ભાજપની તાનશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે. આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે.


આ પણ વાંચો : INDvPAK : હાઈવોલ્ટેજ મેચના યોર્કર કિંગ જસપ્રીત બુમરાહના પૂર્વ કોચે મેચ પહેલા શું કહ્યું?


દેશના બંધારણને બચાવવા કોંગ્રેસમાં જોડાયો - જિગ્નેશ મેવાણી
તો જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે હું કોંગ્રેસ પક્ષમાં નહિ કોંગ્રેસ નામના આપણા પરિવારમાં જોડાઈ રહ્યો છું. હું કેમ જોડાયો છું તે પણ જણાવી દઉં. આ દેશના બંધારણને બચાવવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું. આજે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ચરમસીમા પર છે. ગુજરાતમાં 40 ટકા મહિલાઓ ચા બનાવે ત્યારે તેમાં દૂધ નાંખી નથી શકતી તેવું મેં ક્યાંક વાંચ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી જાણી જોઈને ભાજપે અહીંના લોકોને પાણીથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી. પ્લોટ નથી મળતા, કોઈ રોજગાર નથી મળતા. બનાસકાંઠાની તમામ 9 બેઠકો ઉપર હું કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે સાથે તેમને જીતાડવા ચૂંટણી લડીશ.  આ મારો અભિવાદન કાર્યક્રમ નથી, કોઈ હુંકાર રેલી નથી, પણ 2022ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. વડગામના મુસ્લિમ ભાઈઓને CAA અને NRC વખતે બહુ રંજાડ્યા છે, પણ સમય આવે બતાવી દઈશું.