Congress Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસની આ યાદીમાં 43 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેર


  • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ

  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ

  • અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ

  • બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરીને મળી ટિકિટ

  • વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર

  • પોરબંદરથી લલિત વસોયાને મળી ટિકિટ

  • કચ્છથી નીતિશ લાલનને મળી ટિકીટ



હવે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા, વલસાડથી અનંત પટેલ અને કચ્છથી મિતેષ લાલણને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.