ભાવનગરમાં કોંગ્રેસે આપનાવ્યો પાટીદાર ફેક્ટર, અંતે મનહર પટેલને ટીકીટ
આગામી લોકસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા ભાવનગર લોકસભા સીટ માટેનાં ઉમેદવાર તરીકે ભારતીબેન શિયાળનાં નામની જાહેરાત થઇ ગયા બાદ ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પણ ફાઈલ કરી દીધા બાદ બુધવાર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં નહિ માટે અનેક ઉમેદવારોના નામોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે ચર્ચાને બુધવારે કોંગ્રેસ દ્વારા સાંજનાં સમયે પૂર્ણ વિરામ મુકતા ભાવનગર લોકસભા માટેનાં ઉમેદવાર તરીકે મનહર પટેલનાં નામની જાહેરાત કરતા પાટીદાર સમાજ અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: આગામી લોકસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા ભાવનગર લોકસભા સીટ માટેનાં ઉમેદવાર તરીકે ભારતીબેન શિયાળનાં નામની જાહેરાત થઇ ગયા બાદ ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પણ ફાઈલ કરી દીધા બાદ બુધવાર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં નહિ માટે અનેક ઉમેદવારોના નામોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે ચર્ચાને બુધવારે કોંગ્રેસ દ્વારા સાંજનાં સમયે પૂર્ણ વિરામ મુકતા ભાવનગર લોકસભા માટેનાં ઉમેદવાર તરીકે મનહર પટેલનાં નામની જાહેરાત કરતા પાટીદાર સમાજ અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસ દ્વારા મનહર પટેલ (વાસાણી)નાં નામની જાહેરાત થતા શહેરનાં માધવ રતન ખાતે પાટીદાર અને કોંગ્રેસનાં નેતાઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરી વધામણી કરવામાં આવેલ ત્યારબાદ મનહર પટેલ દ્વારા ભાવનગર શહેરનાં મહારાજા કૃષ્ણકુમારસિહજીની નિલમબાગ સ્થિત પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ લેવા પહોચ્યાં હતા. મનહર પટેલ કે જેઓ લેઉવા પાટીદાર સમાજનાં હોય તેમજ તેઓએ ડીપ્લોમાં એગ્રીકલ્ચર કરી ખેતી ક્ષેત્રે પણ સારી કામગીરી કરી છે.
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓની દલાલી કરી છે : વિજય રૂપાણી
આ ઉપરાંત તેઓ સારા એવા બિઝનેસ મેન તરીકેની ઓળખ પણ ધરાવે છે. મનહર પટેલએ વલ્લભીપુર તાલુકાનાં પાટણા ગામના ખેડૂત પુત્ર છે. મનહર પટેલએ સામન્ય પરિવાર માંથી આવતા નેતા છે.મનહર પટેલએ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલ અને સારા કાર્યકર્તા તરીકે પોતાની પક્ષ પ્રત્યેની કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે.
ત્યારે ફરી એકવાર કોંગ્રેસનાં હાઈ કમાન્ડ દ્વારા પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી ભાવનગર લોકસભાની સીટ પર મનહર પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા ભાવનગર લોકસભા સીટમાં રસાકસીનો માહોલ જામ્યો છે.