કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓની દલાલી કરી છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના કેબીનેટ મંત્રી ગણપત વસાવા બારડોલી ખાતે લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાના નામાંકન સમયે ઉપસ્થિત રહ્યાં હતાં. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં એક વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં એક તરફ ચોકીદાર છે, તો બીજી તરફ ચોરોની જમાત છે. એક તરફ દેશને લુંટનારા છે, તો બીજી તરફ દેશ ભક્તોની ફોજ છે. 

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓની દલાલી કરી છે : વિજય રૂપાણી

તેજશ મોદી/ સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના કેબીનેટ મંત્રી ગણપત વસાવા બારડોલી ખાતે લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાના નામાંકન સમયે ઉપસ્થિત રહ્યાં હતાં. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં એક વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં એક તરફ ચોકીદાર છે, તો બીજી તરફ ચોરોની જમાત છે. એક તરફ દેશને લુંટનારા છે, તો બીજી તરફ દેશ ભક્તોની ફોજ છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદીઓની દલાલી કરી રહી છે. તેવું સ્પષ્ટપણે દેખાઇ આવે છે. આ ચૂંટણીમાં એક તરફ રાજદ્રોહનો કેસ કાઢી નાંખીશુ તેવું કહેનારા છે. જ્યારે ભાજપા બીજી તરફ દેશમાંથી આતંકવાદીઓ અને ઘુસણખોરોને હાંકી કાઢવા કટિબધ્ધ છે. કોંગ્રેસ બાંગ્લાદેશી ઘુસણખોરો માટે લાલજાજમ પાથરનારી છે. તો બીજી તરફ ઘુષણખોરોને ખદેડી નાંખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એક તરફ હજરત બાલમાં આતંકવાદીઓને બિરયાની પિરસનારાઓ છે, તો બીજી તરફ આતંકવાદીઓનો ખાત્મો કરવા માટેની પ્રચંડ ઇચ્છાશક્તિ ધરાવતા પીએમ નરેન્દ્ર મોદી છે.

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના 4.51 કરોડ મતદારોમાં 10 લાખ પ્રથમ વખત કરશે મતદાન

પાકિસ્તાન સાથેના સંબંધો માટે મણિશંકર ઐયર અને સામ પિત્રોડા જાણીતા છે, જે ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરીને પાકિસ્તાની મીડિયામાં વાહવાહી મેળવી રહ્યાં છે. પાકિસ્તાન આ ચૂંટણીથી ચિંતિત છે કારણ કે, ભાજપા આવશે તો પાકિસ્તાનમાં માતમ છવાશે. મનમોહનસિંહ જે ભારતના મુક વડાપ્રધાન તરીકે ઓળખાય છે, તેમની સરકારમાં દેશમાં ઠેર ઠેર આતંકવાદી હુમલાઓ અને બોમ્બ ધડાકા થતાં હતાં, ત્યારે તેઓ કહેતા કે હમ દેખેંગે - હમ સોચેંગે.

લોકસભા ચૂંટણી 2019: અમદાવાદ પશ્વિમના કોંગ્રેસના ઉમેદવાર કરોડોના આસામી

જ્યારે 56ની છાતીવાળા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલા બાદ આતંકીવાદી કેમ્પોનો તેમના ઘરમાં ઘુસીને સફાયો કરી નાંખ્યો. રામ મંદિર ભાજપ જ બનાવશે. પછી ભલેને કપિલ સિબ્બલ જેવા તેમાં ગમે તેટલાં અવરોધો ઉભા કરે. કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર થઇ જાય તેવું દેશવાસીઓ ઇચ્છે છે. જ્યારે કોંગ્રેસ આ કલમ રાખવા માંગે છે.

કોંગ્રેસના વધુ 6 ઉમેદવાર જાહેર, સૌરાષ્ટ્ર કબજે કરવા હવે ધાનણી મેદાને

બારડોલીના લોકો કોંગ્રેસને ધોબી પછાડ આપવા માટે કચકચાવીને ઇ.વી.એમ. ઉપર કમળનું બટન દબાવે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જ્યારે સૂર્યનારાયણ તપી રહ્યાં છે, ત્યારે જેમ સોનું તાપમાં તપીને શુધ્ધ બને છે, તેમ આપ સૌ ગરમીમાં તપીને બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાને જંગી બહુમતીથી જીત અપાવવા માટે કટીબધ્ધ છો એમ પણ સીએમ રૂપાણીએ કહ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news