ભાજપ કોંગ્રેસના સ્ટાર નેતા લઈ જશે? અંબરીશ ડેર અને પાટીલ વચ્ચે થઈ ગુપ્ત મુલાકાત
Congress MLA Ambarish Der : અમદાવાદની એક સોસાયટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી... આ મુલાકાતમાં શું રંધાયુ તે તો સમય આવ્યે જ ખબર પડશે
Gujarat Congress : કોંગ્રેસના યુવા નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. કારણ કે, હજી ગણતરીની પળો પહેલાં અંબરીશ ડેર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યાં છે. અમદાવાદમાં બંને વચ્ચે મુલાકાત થઈ હોવાનુ સામે આવ્યું છે. સીઆર પાટીલ અમદાવાદમાં અંબરીશ ડેરને મળીને નીકળ્યા હતા. સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા શાંતિકુંજ બ્લિસ સોસાયટીમાં તેમની મુલાકાત થઈ હતી. જોકે, આ મુલાકાતમાં શું રંધાયુ તે તો સમય આવ્યે જ ખબર પડશે.
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કરશે 'કેસરિયો'?
કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરવા જઈ રહ્યો છે. સીજે ચાવડા, ચિરાગ પટેલ બાદ હવે કોંગ્રેસના વધુ એક મજબૂત નેતા અંબરીશ ડેરના ભાજપમાં જવાની ચર્ચા તેજ બની છે. છેલ્લા બે દિવસથી અંબરીશ ડેરના બંને ફોન સ્વીચ ઓફ આવતા હતા. તેમજ અંબરિશ ડેર એક અઠવાડિયાથી પોતાના સમર્થકો સાથે આ વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. ત્યારે હવે અંબરીશ ડેરનું ભાજપમાં જવું લગભગ નક્કી હોવાનું જ મનાય છે. અંબરીશ ડેરના બીમાર માતાના ખબર કાઢવા માટે પાટીલ આવ્યા હોવાનું કહેવાય છે. પરંતું આ સામાજિક મુલાકાતમાં શું ચર્ચા થઈ તે તો હજી સામે આવ્યો નથી. પરંતુ ગમે તે ક્ષણે આ જાહેરાત પણ થઈ શકે છે. અંબરીશ ડેર આહીર સમાજના મોટા નેતા છે અને તેમનું સમાજ પર પ્રભુત્વ છે. ત્યારે જો ડેર ભાજપમા આવે છે તો આહીર સમાજની વોટબેંક બહુ જ મહત્વની સાબિત થશે.
પિકનિક કરવા ગયેલા પાટીદાર પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માત બાદ હવે પરિવારમાં કોઈ ન બચ્યું
ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસનો સફાયો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપ કોંગ્ર્રેસનો સફાયો કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને કેસરિયો કરી રહ્યાં છે. અંબરીશ ડેરના જવાથી કોંગ્રેસના આહીર સમાજની વોટબેંકને મોટો ફટકો પડશે.
વિચિત્ર આગાહી! બે દિવસમાં ગુજરાતીઓ એટલા ઠુઠવાયા, કે ડિસેમ્બરની ઠંડીનો અહેસાસ થયો
મારો મિત્ર છે અને તેને હું લાવવાનો જ છું
ગત વર્ષે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. પાટીલે અંબરીશ ડેર માટે કહ્યુ હતું કે, જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો, પણ બસ ચૂકી ગયા. મારો મિત્ર છે અને તેને હુ લાવવાનો જ છું હાથ પકડીને.
મરણચીસોથી હાઈવે ઘ્રુજ્યો : બે ભયાનક અકસ્માતમાં 7 ના મોત, એક જ પરિવારમા પાંચના જીવ ગય