ઝી મીડિયા બ્યૂરો: સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ (Hitendra Kanaiyalal Desai) ની 12 સપ્ટેમ્બરના પુણ્યતિથિ (Death Anniversary) ઉજવવામાં આવે છે. ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) એ ટ્વીટ કરી ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ હિતેન્દ્રભાઈ દેસાઈના નામ પર મોરારજી દેસાઈ (Morarji Desai) ની તસવીર ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા (Arjun Modhwadia) એ સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ (Hitendra Kanaiyalal Desai) ને પૂણ્યતિથિ પર વંદન. બૃહન્મુંબઈ રાજ્યના શિક્ષા મંત્રી, ગુજરાતના કાયદા મંત્રી, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર રહી તેમણે ગુજરાત નિર્માણમાં તેમનું અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ત્યારે આ ટ્વિટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી હતી. પરંતુ આ તસવીરમાં અર્જૂન મોઢવાડિયાએ હિતેન્દ્રભાઈ દેસાઈની તસવીર શેર કરવાની જગ્યાએ મોરારજી દેસાઈ (Morarji Desai) ની તસવીર શેર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



આ પણ વાંચો:- સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: રાજ્યમાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ, 4 દિવસ ભારે વરસાદની આગાહી; જાણો ક્યાં કેટલો વરસાદ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા દ્વારા ટ્વીટ કર્યા બાદ તેમની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ હતી. તેમજ લોકો દ્વારા તેમની મજાક પણ ઉડાવવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાને તેમની ભૂલ જણાતા તેમણે આ ટ્વીટ ડિલિટ કરવાની ફરજ પડી હતી. જો કે, આ પહેલી વખત નથી કે કોઇ કોંગ્રેસ નેતાએ આ પ્રકારનો ભાંગરો વાટ્યો હોય. આ અગાઉ પણ કેટલાક નેતાઓ દ્વારા આવા અનેક પ્રકારના ટ્વીટ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- વૃદ્ધાએ કહ્યું પહેલા મારા પતિને બચાવો એમને કેન્સર છે, સાંભળીને ભાવુક થઈ રેસ્ક્યૂ ટીમ; જુઓ Video


કોણ છે હિતેન્દ્રભાઈ દેસાઈ
ગુજરાત રાજ્યની રચના 1 મેં 1960 ના દિવસે થયા બાદ જીવરાજ મેહતા અને બળવંતરાય મેહતા પછી 20 સપ્ટેમ્બર 1965 થી 12 મે 1971 સુધી હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી તરીકે રહ્યા. 1962 માં ચૂંટણી પછી મહેસુલ મંત્રી તરીકે મુંબઈ રાજ્યે અમલમાં મુકેલો ગણોત ધારાનો ગુજરાતમાં અમલ કરાવવામાં તેમણે ઊંડો રસ લીધો હતો. હિતેન્દ્રભાઈ માત્ર રાજકારણી નહોતા તેઓ બાહોશ વહીવટ કરતા પણ હતા. આજના ગાંધીનગરનું સર્જન હિતેન્દ્રભાઈના સ્વપ્નનું સર્જન છે. વિશાર સચિવાલય, વિધાનસભા ગૃહ, 30-સેક્ટરો - ટાઉનશીપ વગેરે તેમની દેન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube