અમદાવાદા: દેશમાં લોકસભા ચૂંટણી 2019ને લઇને આજથી પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઇરાદા પૂર્વક ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પીએમ મોદી માટે ગુજરાતના બે યુવાનોએ રેપ સ્ટાઇલમાં બનાવ્યું ગીત


દેશભરમાં લોકસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે દેશની બે મોટી પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને પીએમ મોદીએ 2014માં પણ પાકિસ્તાન મુદ્દે મત માગ્યા હતા. ઉરી હુમલો અને પુલવામાં હુમલામાં જવાનો શહીદ થયા છે અને પીએમ મોદી તેમના નામ પર મત માગી રહ્યાં છે.


વધુમાં વાંચો: આ મારી લડાઇ મારા લોકોના સન્માન માટેની છે: અલ્પેશ ઠાકોર


ગુજરાતના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...