ઝી બ્યુરો/અમદાવાદ: હાલમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે. જેમાં ચાર રાજ્યના વિધાનસભાનું પરિણામ જાહેર થઈ ગયું છે. તેમાં ભાજપે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બહુમતી વિજય મળ્યો છે. જ્યારે કોંગ્રેસને તેલંગાનામાં સરકાર બનાવવામાં સફળતા મળી છે. ત્રણ રાજ્યમાં હારને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પરિણામને લઈને નિરાશા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારીની રાજસ્થાનમાં થઈ ભૂંડી હાર


કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ એ નિવેદન આપતા જણાવ્યું છે કે 4 રાજ્યોમાં પરિણામ આવ્યા છે. કોંગ્રેસ માટે નિરાશાજનક છે. પ્રજાનો ચુકાદો માથે ચઢાવીએ છીએ. પહેલા એવો માહોલ હતો કે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતશે. પણ હવે પરિણામ આવ્યા એ સ્વીકારીએ છીએ. 


મધ્યપ્રદેશની જીતમાં ગેમ ચેન્જર સાબિત થયા ગુજરાતના આ 48 ધારાસભ્યો


5 રાજ્યોની ચૂંટણીમાં પનોતી નિવેદન કોંગ્રેસને નડ્યું? એવા સવાલના જવાબ આપ્યો છે કે પનોતી કે મુરખો ને સરદાર એવા નિવેદનો આવતા હોય છે. એની કોઈ અસર દેખાતી નથી.