પત્ની બાદ બીજી સ્ત્રી પર કોંગ્રેસના દિગ્ગજ નેતાનો પ્રેમ છલકાયો... વાયરલ થયો ઓડિયો
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી હંમેશા વિવાદોમાં અને ચર્ચામાં રહેતા હોય છે. તેમની પત્નીએ અનેકવાર હાઈકમાન્ડને તેમની ફરિયાદો કરી છે. જોકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભરતસિંહ સોલંકીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં આરતી પટેલ નામની મહિલા સાથેની પ્રેમાલાપભરી વાતચીત હોવાનો દાવો છે. આરતી પટેલ બોરસદ નગરપાલિકાના ભાજપના પ્રમુખ હોવાનો દાવો છે. જોકે, ZEE 24 કલાક વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું.
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી હંમેશા વિવાદોમાં અને ચર્ચામાં રહેતા હોય છે. તેમની પત્નીએ અનેકવાર હાઈકમાન્ડને તેમની ફરિયાદો કરી છે. જોકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભરતસિંહ સોલંકીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં આરતી પટેલ નામની મહિલા સાથેની પ્રેમાલાપભરી વાતચીત હોવાનો દાવો છે. આરતી પટેલ બોરસદ નગરપાલિકાના ભાજપના પ્રમુખ હોવાનો દાવો છે. જોકે, ZEE 24 કલાક વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું.
ભરતસિંહ સોલંકી અને આરતી પટેલ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં ભરતસિંહ સોલંકી આરતી પટેલનો વોટ્સએપ કોલ કરવાનું કહી રહ્યાં છે. આખરે બંને વચ્ચે શું રંધાઈ રહ્યુ છે. પણ જે પણ વાતચીત થઈ છે તે પ્રેમભરી છે. સામે આરતીબેન પણ ભરતસિંહ સોલંકીના સવાલોના જવાબ આપી રહ્યાં છે. આરતી પટેલે ફોનની શરૂઆતમાં જ કહી રહ્યા છે કે, તમે મજામાં તો અમે પણ મજામાં...’
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ભરતસિંહ સોલંકીની કથિત ઓડિયો ક્લીપ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ કે, આ એક ક્લીપ સામે ભાજપનો નલિયા કાંડ જુઓ. કોંગ્રેસનો હોય કો ભાજપનો હોય ચૌરે અને ચૌટે ઊભો રાખી ખુલ્લો પાડો. દર અઠવાડિયે ભાજપાના પદાધિકારીના વીડિયો અને ક્લીપ આવે છે. એમાં કોગ્રેસ ભાજપ નહી આ લોકો રાક્ષસો છે એવા રાક્ષસો જે દિકરી પર આવું કરતા હોય તેમને બક્ષવા નહિ જોઇએ. જે હોય એની તપાસ કરી પગલાં ભરવા જોઈએ.