ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં 50 ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે, ભરતસિંહ સોલંકી હાલ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને 50થી 55 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે. 


સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક હતી. સોમવારે સાંજે તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, 90 ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી. પરંતુ આજે સિમ્સ હોસ્પિટલે અખબારી યાદીમાં કહ્યું કે, હવે ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં 45 ટકા રિકવરી છે. દર 12 કલાકે તેઓની ચકાસણી ચાલુ છે. રાઉન્ડ ધ ક્લોક તેઓની તપાસ ચાલુ છે.  


ભાજપના કાર્યકર્તાઓને કોણે આપી ખુલ્લી છૂટ? હાથમાં બિયરની બોટલ પકડીને બર્થડે જાહેરમાં બર્થડે ઉજવાયો 


ભરતસિંહ સોલંકી ગત મહિને યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેક્શન પૂરુ થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. 21 જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ કથળતા તેઓનો અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સિમ્સમાં તેઓ સતત મોનિટરિંગ હેઠળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર