ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (hardik patel) દાવો કર્યો કે, ‘વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતના મુખ્ય મુદ્દા અને સ્થાનિક મુદ્દાને લઈને અમે પ્રચાર કરીશું. શિક્ષિત બેરાજગારો, પાક વીમો અને સ્કૂલ ફીના મુદ્દાને લઈને ચૂંટણી લઈશું.’ પેટાચૂંટણીમા કઈ રણનીતિ સાથે હાર્દિક પટેલ પેટાચૂંટણીમાં ઉતરીને કોંગ્રેસને જીત અપાવી શકશે તે વિશે તેઓએ ઝી 24 કલાક સાથે વાત કરી. 


આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગયો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓએ કહ્યું કે,  પેટાચૂંટણીના પ્રચારમાં ગુજરાતના મુખ્ય મુદ્દા અને સ્થાનિક મુદ્દાને પ્રચારમાં આવરી લેવાશે. પાક વીમો, ખેડૂત વિરોધી ત્રણ બીલના મુદ્દાઓને પણ આવરી લેવાશે. શિક્ષિત બેરોજગારોને મુદ્દો અને સ્કુલ ફીનો મુદ્દો પણ અમારો મુખ્ય મુદ્દો રહેશે. આ પેટાચૂંટણી વર્ષ 2020ની સેમીફાઇનલ રહેશે. ગુજરાતની જનતા આજે પરેશાન છે. લોકડાઉન અને કોરાનાના કારણે આરોગ્ય અને શિક્ષણની સાચી સ્થિતિ સામે આવી છે. સરકારી સ્કુલ અને કોલેજ ન હોવાથી લોકો ખાનગી કોલેજે તરફ વળ્યા છે. સ્કૂલ ચાલુ ન હોવા છતાં વાલીઓને ફી ભરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, જિલ્લાની આરોગ્ય સેવા કથળેલી હોસ્પિટલમાં પૂરતા સાધનો પણ નથી. પરીક્ષાના વારંવાર પેપર ફુટે છે. ગુજરાત એટલે અમદાવાદ કે ગાંધીનગર નથી.


આ પણ વાંચો : રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત 



પેટાચૂંટણીમાં કોંગ્રેસ કોને ટિકીટ આપશે તે વિશે તેઓએ કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વએ મારા નહિ, પણ સારા નેતાને ટિકીટ આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી બદલુ નેતાઓ સામે કડક કાયદો બનવો જોઇંએ. કોંગ્રેસના કાર્યકર્તાઓ મેવાવાળા નહિ, પણ સેવાવાળા છે. કોંગ્રેસમાં લોકશાહી છે, તમામને ટીકિટ માંગવાનો હક છે. પાર્ટીએ એક ઉમેદવારને ટીકિટ આપી બીજા તેની સાથે ઉભા રહે તેવું આયોજન કર્યું છે. અમે આંતરિક લડાઇ છોડી મુદ્દા આધારિત ચૂંટણી લડવાના છીએ. હું સમાજ માટે લડ્યો અને સફળ થયો. હવે ગુજરાતમા લોકો માટે લડીશ. મને વિશ્વાસ છે કે લોકોનો સાથ મળશે. રાજ્યના 1800૦ ગામમાં જઇને લડીશું. ગુજરાતના દરેક ગામડાંને ગાંધીનગર-અમદાવાદ બનાવીશું. 


આ પણ વાંચો : રવિવારના મહત્વના સમાચાર : લાંબા સમયથી અટકેલી દહેજ-ઘોઘા રોપેક્સ સેવા ફરી શરૂ થશે