ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગયો
કોરોનાના ગુજરાતમાં 200 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે સ્થિતિ એ છે કે, ગુજરાતનું નાનું નાનુ શહેર અને ગામડુ પણ કોરોનાથી બાકાત નથી. આ 200 દિવસમાં કોરોના વાયરસે ગુજરાતને કઈ રીતે પોતાના ભરડામાં લીધુ તેના પર નજર ફેરવીએ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ચીનના વુહાનથી પેદા થઈને આખી દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે ભારતને પણ પોતાના ભરડામાં લીધુ છે. કોરોનાના પ્રકોપથી લગભગ કોઈ રાજ્ય બાકી નથી. ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો કેસ 19મી માર્ચ 2020ના રોજ નોંધાયો હતો. જેમાં બે દર્દીઓ પ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં. ત્યારથી લઈને આજ સુધી કોરોનાના ગુજરાતમાં 200 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે હવે સ્થિતિ એ છે કે, ગુજરાતનું નાનું નાનુ શહેર અને ગામડુ પણ કોરોનાથી બાકાત નથી. આ 200 દિવસમાં કોરોના વાયરસે ગુજરાતને કઈ રીતે પોતાના ભરડામાં લીધુ તેના પર નજર ફેરવીએ.
19 માર્ચ, 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ આવ્યો હતો. ત્યારે આજે 200 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1.41 લાખ પર પહોંચી ગયો છે. જેમાં અત્યાર સુધી 1,21,119 દર્દીઓ રિકવર થયા છે. હાલ ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 16,789 છે. ગુજરાતમાં દર દસ લાખ લોકોએ 2081 લોકો કોરોના સંક્રમિત છે.
ભારતમાં ગુજરાત કયા ક્રમે
ભારતમાં કોરોનાના કેસ 65 લાખને પાર થઈ ગયા છે. તો 1 લાખથી વધુ મોત નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કોરોના કેસ મામલે ભારત ત્રીજા ક્રમે છે. તો આંકડાની વાત કરીએ તો, ભારતમાં ગુજરાત રાજ્ય બહુ પાછળ છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતનો નંબર આવે છે.
19મી માર્ચે ગુજરાતમાં કોરોનાનો થયો પગપેસારો
બરાબર 60 દિવસ પહેલા ગુજરાતમાં 19મી માર્ચે કોરોનાએ એન્ટ્રી મારી અને સુરત અને રાજકોટમાં એમ બે જગ્યાએ દર્દીઓ મળી આવ્યાં હતાં. સુરતમાં ન્યૂયોર્કથી આવેલી એક 21 વર્ષની છોકરી અને રાજકોટમાં મદીનાથી આવેલા એક યુવકની તબીબી તપાસમાં આ વાયરસનો ચેપ જોવા મળ્યો હતો.
રવિવારના મહત્વના સમાચાર : લાંબા સમયથી અટકેલી દહેજ-ઘોઘા રોપેક્સ સેવા ફરી શરૂ થશે
અમદાવાદમાં 20મી માર્ચે કોરોનાનો જોવા મળ્યો કેસ
20મી માર્ચે અમદાવાદમાં 3 અને વડોદરામાં અન્ય બે કોરોના ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યાં હતાં જેમાં બધા જ દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને પાછા ફર્યા હતાં. 21મી માર્ચે સંખ્યા વધીને 13 થઈ અને તેમાંથી 12 લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યાં હતાં.
50માં દિવસે કેસ 7000ને પાર, નવા 3465 કેસ
ગુજરાતમાં કોરોનાના 50 દિવસ પૂરા થતા તો કેસ 7000ને પાર પહોંચી ગયાં. 3465 નવા કેસ (10 દિવસમાં) સાથે ગુજરાતમાં 50માં દિવસે એટલે કે 7મી મેના રોજ કોરોનાના કેસ 7013 થયાં. 50મા દિવસે મૃત્યુઆંક પણ વધી ગયો અને 263 નવા મૃત્યુ સાથે આંકડો 425 પર પહોંચી ગયો. સામે 1709 લોકો સાજા થઈને ઘરે પણ ગયા. એટલે કે દસ દિવસમાં વધુ 1315 લોકો સાજા થયા. પરંતુ આમ છતાં દેશભરમાં ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધતો જોવા મળી રહ્યો છે. જો કે સાથે રિકવર રેશ્યો પણ વધી રહ્યો છે જે સારી વાત પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે