કોંગ્રેસી નેતા કિશનસિંહ તોમર અને પુત્રી માધુરી તોમરે એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે ફરિયાદ નોંધાઈ છે. બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો છે. તો માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે ફરિયાદ કરી છે. આમ, બોગસ ડિગ્રી મામલે ખુદ પિતા-પુત્રી જ સામસામે આવી ગયા છે, અને એકબીજા પર આરોપ કરી રહ્યાં છે. બોગસ ડિગ્રી મામલે ખુદ કિશનસિંહ તોમેરે પુત્રી માધુરી તોમર પર આરોપ લગાવ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે ફરિયાદ નોંધાઈ છે. બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો છે. તો માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે ફરિયાદ કરી છે. આમ, બોગસ ડિગ્રી મામલે ખુદ પિતા-પુત્રી જ સામસામે આવી ગયા છે, અને એકબીજા પર આરોપ કરી રહ્યાં છે. બોગસ ડિગ્રી મામલે ખુદ કિશનસિંહ તોમેરે પુત્રી માધુરી તોમર પર આરોપ લગાવ્યો છે.
Big Breaking : કેન્સલ થયું વિદ્યાર્થીઓનું નવરાત્રિનું વેકેશન
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવવા મામલે ફરિયાદ નોંધાઈ છે. લખનૌ યુનિવર્સિટીનાં ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી માધુરી તોમરે મેળવી છે. તેમજ 2014થી 10 હજાર લેખે 5 લાખથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે શેઠ સી. એલ શાળાનાં પ્રિન્સિપાલે ફરિયાદ નોંધાવી છે. તો માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓની તસવીર લેનાર આકાશ પટેલનું નીકળ્યું ‘ભાજપ કનેક્શન’
આ મામલે માધુરી તોમરે જણાવ્યું કે, ખોટી ડિગ્રી નથી. તેમણે ખોટી રિપોર્ટ કરાવી છે. મારી પાસે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે. વેરિફિકેશન પણ છે. પાંચ વર્ષ પહેલા બહાલી થઈ હતી તે સમયે ડીઓ ઓફિસથી પણ વેરિફિકેશન થઈ ચૂક્યું હતું. તેમણે મને કાઢ્યા હતા ત્યારે કારણ ન આપ્યું હતું. તેમાં લખ્યુ હતું કે તમારી કામગીરી નબળી છે તેથી કાઢી રહ્યાં છે. મારી પિતાના સ્કૂલના જે પણ કૌભાંડો છે તે હું બહાર ન લાવુ એ માટે મને હેરેસ કરવા માટે મને હેરાન કરવામાં આવી રહી છે. મેં મહિલા પોલીસમાં આ વિશે ફરિયાદ કરી હતી. પ્રિન્સીપાસના ગળા પર બંદૂક મૂકીને તેઓ બધુ કરાવે છે. તેથી પ્રિન્સીપાલ ડરના માર્યે બધુ કરે છે. આજે તે આખુ નિવેદન જ ગાયબ કરી દીધું છે.