ગૌરવ પટેલ, અમદાવાદ: જો ગુજરાત કોંગ્રેસનો કોઇ ઘારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માંગતો હોય તો તે કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે કોંગ્રેસનુ નેતૃત્વ તેને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે વળાવવામાં આવશે. આ નિવેદન ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા, મોટા પાયે દારૂનો નાશ કરાયો, 4 લોકો સામે ફરિયાદ


આજે મળેલી ધારાસભ્યોની બેઠક અંગે પરેશ ધાનાણીએ કહ્યુ કે, સંકલન અંગે બેઠક મળી હતી. કોંગ્રેસ જનતાના જનાદેશનો સ્વીકાર કરે છે. જનતાના જનાદેશ અંગે ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે અને ધારાસભ્યોને સાંભળવામાં આવ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતના પ્રશ્નો પડતર છે. આર્થિક મંદી, ખેતી, બેરોજગારીના પ્રશ્નો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ વધુ અસરકારક કરશે. સરકાર લોકોને સાંભળવામાં નિષ્ફળ નીવડી. આંદોલનના અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો.  સરકાર બહુમતીના જોરે વિપક્ષને દબાવે છે પણ કોંગ્રેસ વિધાનસભામાં રણછોડ નહીં બને.  


તેમણે કહ્યું કે, જુલાઈમાં નવા વર્ષનું બજેટ રજૂ થશે. ધારદાર પ્રશ્નો વિધાનસભામાં દાખલ કરવા આજે ચર્ચા કરી. સમસ્યા તરફ લોકો અને સરકારનું ધ્યાન કેન્દ્રિત થાય, કોઈ ધારાસભ્ય લાલચ કે સત્તામાં ભાગીદાર થવા ઈચ્છે તો જઈ શકે છે .ધારાસભ્ય ભાજપમાં જવા માંગે તો કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે. કોંગ્રેસ નેતૃત્વ બેન્ડવાજા સાથે તેને મોકલશે. બે ધારાસભ્યો મંજૂરી લીધા વિના ગેરહાજર રહ્યા છે. ટૂંકી નોટિસમાં 55 ધારાસભ્યો હાજર રહ્યા. જે ધારાસભ્યો પક્ષની શિસ્તનું અનાદર કરી રહ્યાં હશે તેમને કોંગ્રેસ બહારનો રસ્તો બતાવશે. ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ
 છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી છે.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...