Amerli News : અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના અમરેલીમાં ધરણાંનો આજે બીજો દિવસ છે. ત્યારે પરેશ ધાનાણીએ વધુ 24 કલાક ધરણાં કરવાની જાહેરાત કરી છે. આવતીકાલે અમરેલી બંધ રાખવાની ધાનાણીએ અપીલ કરી છે. પોલીસ અને ભાજપના નેતાઓ પર ધાનાણીએ પ્રહાર કર્યા છે. 24 કલાકના ધરણાં છતા કોઈ કાર્યવાહી ન કરાતા ધાનાણીએ ધરણાં વધુ એક દિવસ લંબાવ્યા. તેમજ આવતીકાલે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવા ધાનાણીએ અપીલ કરી. સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું કે, ધરણા વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ હું ધરણાં કરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી લેટરકાંડ મામલે આજે ધરણાં ચાલુ છે. પાયલ ગોટીને ન્યાય આપવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણાં પ્રદર્શન કર્યાં છે. અમરેલી રાજકમલ ચોકમાં પાયલ ગોટીને ન્યાય આપવા ગઈકાલ 10 વાગ્યાથી પરેશ ધાનાણી ધરણાં પર છે. ત્યારે આજે પરેશ ધાનાણીએ ધરણા પૂર્ણ કરતા પહેલા નવી રણનીતિ જાહેર કરી છે. પરેશ ધાનાણીને સમર્થન આપવા ગઈકાલે ગુજરાતમાંથી અનેક કોંગી નેતાઓ અમરેલી પહોંચ્યા હતા.


લેટરકાંડ મામલે વધુ 24 કલાક ધરણાં શરૂ રાખવાની પરેશ ધાનાણીએ જાહેરાત કરી. સાથે જ આવતીકાલે અમરેલી બંધ રાખવા પરેશ ધાનાણીએ સ્થાનિકોને અપીલ કરી. રાજકમલ ચોકમા પરેશ ધાનાણીના 24 કલાક ધરણાં પૂર્ણ થયા હતી. પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ ફરી પોલીસ અને નેતાઓ ઉપર પ્રહારો કર્યા.



ધાનાણીએ કહ્યું કે, આજે પેટમાં દાણો નથી નાંખ્યો, તેને 24 કલાક પૂર્ણ થયા. 24 કલાક બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. પરેશ ધાનાણી દ્વારા હાલ કોઈ કાર્યવાહી નહિ થતા વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. 


આ સાથે જ કૌશિકભાઈ વેકરીયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માંગ કરી છે. કોંગ્રેસના નેતાએ આગળ કહ્યું કે, અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીસે કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશીક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો. હવે આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતી કાલે અડધો દિવસ ધંધા રોજગારબંધ રાખવા વેપારીઓને મારી અપીલ છે. ધરણા વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે તેવું તેમણે જણાવ્યું.