ચેતન પટેલ/સુરત: લોકસભાની ચૂંટણી દરમિયાન ‘મોદી સમાજ પર ટિપ્પણી કરવાના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 29મી ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર થવાનું હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ સુરતમાં ધામા નાંખ્યા છે. રાહુલ ગાંધીના સુરત આગમન પહેલા કોંગ્રેસ નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. આ કેસમાં કોલારના અધિકારી સાથે વિડીયોગ્રાફીના નિવેદન લેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ભાજપના મંત્રી પુણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં સર તપાસ અને ઉલટ તપાસ બન્ને પૂર્ણ થઈ ગઈ છે. જેથી રાહુલ ગાંધીને આવતીકાલે (29મી ઓક્ટોબર 2021)એ બપોરે 3થી 6માં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.


દરેક ગૃહિણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: તમારા ઘરે કોઈ અજાણ્યા શખ્સ આવે તો ખાસ ચેતજો, નહીં તો...


આ વિશે મળતી માહિતી પ્રમાણે મોદી સમાજ પર ટિપ્પણી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે 29મીએ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવ્યા હતા. પરંતુ તે વખતની સુનાવણી દરમિયાન તેમણે કોર્ટમાં  પુછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નો મને યાદ નથી તેમ કહીને ટાળી દીધા હતા અને માફી માંગવાનો ઈનકાર કર્યો હતો.


અમદાવાદમાં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube