Ahmedabad માં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાની સનસનીખેજ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

Ahmedabad માં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. જેમાં શહેરના અમદાવાદમાં ગીતામંદિર (Gitamandir) ખાતે આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના બની છે. વાંરવાર લૂંટની ઘટના બનતા સરકારના સબસલામત છે તેવા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાની સનસનીખેજ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે ફરિયાદ નોંધાઈ છે. કાગડાપીઠ પોલીસે બસ સ્ટેન્ડના CCTV તપાસતા એક શંકાસ્પદ વ્યક્તિ ફરિયાદીનો થેલો લઈ જતો એક વ્યક્તિ જોવા મળ્યો હતો, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV footage) ના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ગીતામંદિર ST બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માણેકચોક વિસ્તારમાં આવેલ કે.અશ્વિન આંગડિયા પેઢીમાં દાગીના લાવવા લઇ જવાનું કામ કરતા બળવંતસિંહ રાજપૂત ગુરુવારે સવારના સમયે પોતાની સાથે પેઢીમાં કામ કરતા અન્ય કર્મી સાથે મહેસાણા, પાલનપુર અને ડીસા ખાતેની પેઢીમાં દાગીના આપવા માટે એસ ટી સ્ટેન્ડથી અમદાવાદ ધાનેરા બસમાં બેઠો હતો. જોકે બસ સ્ટેશનની બહાર નીકળતા જ તેઓને પોતાની પાસે રહેલો દાગીના ભરેલો એક થેલો ન હોવાનું ધ્યાને આવતા બસ રોકીને તપાસ કરાવી હતી. 

No description available.

મહત્વનું છે કે ફરિયાદીને થેલામાં 18.42 લાખની કિંમતના 327 ગ્રામ સોનાના દાગીના અને 4 કિલો 118 ગ્રામ ચાંદીના દાગીના હતા. જેથી આસપાસ તપાસ કરતા થેલો મળી આવ્યો નહોતો, ત્યારબાદ થેલો ચોરી થયું હોવાની ધ્યાને આવતા આ મામલે એક ફરિયાદ નોંધાઈ છે. કાગડાપીઠ પોલીસે બસ સ્ટેન્ડના CCTV તપાસતા એક શંકાસ્પદ વ્યક્તિ ફરિયાદીનો થેલો લઈ જતા જોવા મળ્યો હતો, જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news