Fake PMO Officer Kiran Patel : ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે. એક નહિ, ઢગલાબંધ કૌભાડો તેણે કરેલા છે. ત્યારે કિરણ પટેલનું નામ હવે સંસદમાં ગાજ્યું છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરી છે. તેઓએ કહ્યું કે, જ્યાં સામાન્ય નાગરિક નથી જઈ શકતો ત્યાં કિરણ પટેલ કેવી રીતે પહોંચ્યો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાઠગ કિરણ પટેલનો મામલો સંસદમાં ઉઠ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં નિયમ 267 હેઠળ તાકીદની ચર્ચાની માંગ કરી છે. સાથે જ કયા કારણોસર કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી તેવો સવાલ ઉઠાવ્યો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ એવી માગણી કરી છે કે, ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે, "ક્યા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો?" 


આજનો વાયરલ વીડિયો : આ Video ને શેર કરવા મજબૂર કરી દેશે આ ગુજરાતી બાળક


કિરણ પટેલે નેતાના પરિવારને પણ છેતર્યાં
કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે. 


ગુજરાત પર પાંચ દિવસ આફત આવશે, આ અઠવાડિયા માટે નવી આગાહી આવી