ઝી ન્યૂઝ/અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડવા જઈ રહ્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે અને હવે ભાજપમાં જોડાવાનું કન્ફર્મ થઈ ગયું છે. હાર્દિક પટેલની સાથે 2 જૂને કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ પણ હાર્દિક પટેલ સાથે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ પણ હાર્દિક પટેલ સાથે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. હાર્દિક કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધુ છે. 2જી જૂને હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે શ્વેતાએ પણ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. 


પાટીદાર આંદોલનના સૌથી જુના સાથીનો આક્ષેપ- 'હાર્દિક સ્વાર્થી છે સમાજના નામે પોતાના સ્વાર્થ માટે કરે છે રાજકારણ'


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. 


કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શક્યુ. કોગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી. મને યોગ્ય પ્રમાણે કામ કરવા દેવામાં આવતી નહોતી. હું ટીકા નથી કરતી, મારા મુદ્દાને ધ્યાને લઇ અમલી કરણ કરશે તો કોંગ્રેસને જ ફાયદો થશે. 


'ભત્રીજો' ભાજપમાં હવે ક્યાં જશે 'કાકા'? હાર્દિકના કેસરિયા પછી શું નિર્ણય લેશે નરેશ પટેલ? જાણો અંદરની વાત


તેમણે ઉમેર્યું હતું કે, મે ભાજપના કાર્ય પધ્ધતિ જોઇ તેમનું મેનેજમેન્ટ જોયું માટે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભાજપ ચૂંટણી જીત્યાના બીજા દિવસથી કામે લાગી જાય છે. પરંતુ કોંગ્રેસમાં આવું નથી. ભાજપની આવડત સારી છે સારી રીતે વ્યક્તિઓને ઓળખે છે. મને આગામી સમયમાં પાર્ટી જે જવાબદારી આપશે તે હું સારી રીતે નિભાવીશ. અને તેમણે ઉમેર્યું હતું કે, જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી પણ લડીશ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube