પાટીદાર આંદોલનના સૌથી જુના સાથીનો આક્ષેપ- 'હાર્દિક સ્વાર્થી છે સમાજના નામે પોતાના સ્વાર્થ માટે કરે છે રાજકારણ'

હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે અગાઉ એવું જણાવ્યું હતું કે 'હું કોઈ રાજકારણમાં ચાલુ એવો નથી' એવા નિવેદનો જાહેર મંચ ઉપરથી આપ્યા હતા. તેમ છતાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો.

પાટીદાર આંદોલનના સૌથી જુના સાથીનો આક્ષેપ- 'હાર્દિક સ્વાર્થી છે સમાજના નામે પોતાના સ્વાર્થ માટે કરે છે રાજકારણ'

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાશે તે વાત કર્ન્ફ્મ થઈ ચૂકી છે. 2 જૂને એ દિવસ આવી જશે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગાંધીનગરમાં સીઆર પાટિલની હાજરીમાં બપોરે 12 વાગે હાર્દિક પટેલ કેસરિયો કરશે તે વાત પાક્કી છે, ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. પરંતુ હાલ હાર્દિક પટેલના કેટલાંક સાથીઓ નારાજ દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવા મુદ્દે લાલજી પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે અગાઉ એવું જણાવ્યું હતું કે 'હું કોઈ રાજકારણમાં ચાલુ એવો નથી' એવા નિવેદનો જાહેર મંચ ઉપરથી આપ્યા હતા. તેમ છતાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિક કોંગ્રેસમાં જોડાયો ત્યારે પણ લાખો લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે જ્યારે હાર્દિક ભાજપમાં જોડાવવા જઈ રહ્યો છે એટલે હજુ વધુ રોષ જોવા મળશે તેવું લાલજી પટેલે નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

લાલજી પટેલ News in Gujarati, Latest લાલજી પટેલ news, photos, videos | Zee  News Gujarati

હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે લાલજી પટેલ આકરા પાણીએ દેખાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, હજુ પાટીદાર સમાજના 2 મુદ્દા અટકેલા છે. 14 શહિદ યુવાનોને પણ ન્યાય મળ્યો નથી. તેમ છતાં એ ભાજપમાં જોડાઈ રહ્યો છે, તે માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ હેતુ... એ માત્ર સમાજનો ઉપયોગ કરી રહ્યો છે. 

મહત્વનું છે કે, આજે લાલજી પટેલે હાર્દિક પટેલને આડે હાથ લઈને અનેક આક્ષેપો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે અગાઉ કૉંગ્રેસના આક્ષેપનો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ કૉંગ્રેસ પાર્ટીનો ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે મારા સમાજના પાટીદાર આગેવાનોએ મને કૉંગ્રેસમાં ન જોડાવાની સલાહ આપી હતી પરંતુ મને ભરોસો હતો કે તેઓ કૉંગ્રેસ મારફતે લોકો માટે કામ કરી શકીશ. તેમણે પાટીદાર સમાજના લોકોની માફી માગતા કહ્યું કે, મારા સમાજના લોકોની હું માફી માગું છું કે જ્યારે મારા સમાજના લોકો મને કહેતા કે તું ભૂલ કરે છે પરંતુ હું પાર્ટીમાં ગયો.

SPG વિવાદ મામલે પૂર્વીન પટેલે કહ્યું; 'લાલજી પટેલ અમારી શરતો આધીન સમાધાન  કરશે તો જ વાત.. બાકી અમે કામ કરતા રહીશું' | Gujarat News in Gujarati

હાર્દિક પટેલે અગાઉ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, મેં મારા ત્રણ વર્ષ બગાડ્યા છે. જો કૉંગ્રેસમાં ન જોડાયો હોત તો ગુજરાતના લોકો માટે વધારે સારું કામ કરી શક્યો હોત. કૉંગ્રેસ માટે ચિંતનનો સમય ગયો હવે ચિંતા કરવાનો સમય છે. કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે. કૉંગ્રેસના નેતાઓ તકવાદી છે. હું કૉંગ્રેસને કહીશ કે પાર્ટીમાં લોકોને સાચવીને રાખજો નહીં તો લોકો પાર્ટી છોડવા માટે તૈયાર છે. કૉંગ્રેસમાં વર્ષોથી અમુક જ લોકોનું પ્રભુત્વ છે. જે લોકો કામ કરવા માગે છે એ લોકોને કામ કરવા નથી દેવાતા. ગુજરાત કૉંગ્રેસમાં મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પરંતુ પાર્ટી મને કામ નહોતી આપતી, મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નહોતી આવતી.

પૂર્વ પાસના નેતા દિલીપ સબવા સાથે ખાસ વાતચીત
હાર્દિક પટેલ ભાજપમાં જોડાવને લઈને પૂર્વ પાસના નેતા દિલીપ સબવા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. પૂર્વ પાસ નેતા દિલીપ સાબવાએ હાર્દિક પટેલ અને ભારતીય જનતા પાર્ટીની હાઇકમાન્ડને આપ્યા અભિનંદન... અગ્નિ પરિક્ષા બાદ બીજેપી જે પ્રવેશ મળી રહ્યો છે તે સારી બાબત છે. હાર્દિક પણ એક પરિવારનો જ સભ્ય છે. તે ઘરે આવ્યો તે સારી બાબત છે.

હાર્દિક પટેલ મુદ્દે કડવા પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલનું નિવેદન...
હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાવવાનો છે, ત્યારે આ મુદ્દે કડવા પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હતા. પરંતુ મને જાણ કરી નથી. હાર્દિક ભાજપમાં જાય અને સમાજ ઉપયોગી કામ કરે તે જરૂરી છે. કોંગ્રેસે 75 વર્ષમાં પાટીદારોને ન્યાય કર્યો નથી. મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસે ક્યારેય પાટીદારોને સ્થાન આપ્યું નહોતું. 

નરેશ પટેલ મુદ્દે જેરામભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મોટા સામાજિક અગ્રણી છે. નરેશ પટેલ રાજકારણમાં જાય તો સમાજને મોટો ફાયદો થાય એમ છે. નરેશ પટેલે રાજકારણમાં આવવું જ જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news