ગુજરાત :ખેડા જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહનું નામ જાહેર થતા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. જો પાર્ટી ઉમેદવારના નામમાં ફેરફાર ન કરે તો કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત જિલ્લા પંચાયતના હોદ્દેદારો તાલુકા પંચાયતના હોદ્દેદારો મળીને 75 થી વધુ હોદ્દેદારો રાજીનામાં આપશે તેવી જિલ્લા પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ, ખુદ જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલાએ પણ રાજીનામું આપવાની ચીમકી આપી છે. 


Photos : ભાજપ પ્રચારમાં એવી વસ્તુઓ વહેંચશે, કે ખુશીથી ઉછળી પડશે મહિલાઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા લોકસભા બેઠકમાટે મોડી રાત્રે ઉમેદવારની કોંગેસે જાહેરાત કરી અને ખેડા બેઠક પરથી બિમલ શાહને ચુંટણી લડાવવાનો કોંગેસે નિર્ણય કર્યો છે. ત્યારે આજે બિમલ શાહ પોતાની ઉમેદવારી નોંધાવવાનાં છે. જોકે કોંગેસે બિમલ શાહનું નામ જાહેર કરતા જ પક્ષનાં કાર્યકરો અને નેતાઓએ રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ બિમલ શાહ રાતોરાત અમદાવાદથી નડિયાદ દોડી ગયા હતા. આમ, લોકસભાની ચુટંણી પહેલા ખેડામાં કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે.


આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ


ખેડા કૉંગ્રેસમાં બિમલ શાહને ટિકિટ આપતા જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો ફેક્સથી રાજીનામાં આપશે. તો આ રાજીનામા બંન્ને પ્રભારી રાજીવ સતાવ અને મોહંતી ને મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પ્રભારીઓ પર આક્ષેપ મૂક્યો છે કે, પ્રભારીઓ રાજીવ સતાવ અને મોહંતીએ સામે ચાલીને આ બેઠક ભાજપને આપવાની તૈયારી કરી હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે, જો બિમલ શાહને ટિકીટ મળતા જ સીટ ભાજપ જીતશે. ખેડા લોકસભામાં ઓ.બી.સી મતદારો વધુ હોવાથી એવા જ ઉમેદવારને ટિકીટ આપવા માગ
 કરવામાં આવી છે. 


Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? જાણો રોચક વિગત


ઉલ્લેખનીય છે કે, કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા બિમલ શાહ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે. તેથી પાર્ટીએ તેમને ઉમેદવારી સોંપતા કાર્યકર્તાઓ નારાજ થયા છે. આ સીટ પર ઉમેદવારી માટે ભારે જૂથબંધી હતી. જોકે, હજી પણ કોંગ્રેસના મોવડીઓને ખેડા જિલ્લાનો આંતરિક વિવાદ શમવો અઘરો પડી શકે છે.