Photos : ભાજપ પ્રચારમાં એવી વસ્તુઓ વહેંચશે, કે ખુશીથી ઉછળી પડશે મહિલાઓ

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતની 26 સીટ પર ભાજપે આક્રમક રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે લોકસભા પ્રચાર માટે 51 ચીજોને ચૂ્ંટણી પ્રચાર સાહિત્યમાં મહત્વપૂર્ણ રીતે સામેલ કર્યા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક તો છે જ, પરંતુ ભાજપના પ્રચાર સાહિત્યની કીટમાં મહિલાઓ માટે મોતીઓનો હાર, પર્સ, ચશ્મા જેવી વસ્તુઓ સામેલ કરી છે. 

હિતલ પારેખ/ગાંધીનગર :લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતની 26 સીટ પર ભાજપે આક્રમક રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે લોકસભા પ્રચાર માટે 51 ચીજોને ચૂ્ંટણી પ્રચાર સાહિત્યમાં મહત્વપૂર્ણ રીતે સામેલ કર્યા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક તો છે જ, પરંતુ ભાજપના પ્રચાર સાહિત્યની કીટમાં મહિલાઓ માટે મોતીઓનો હાર, પર્સ, ચશ્મા જેવી વસ્તુઓ સામેલ કરી છે. 
 

1/4
image

આ ઉપરાંત ચહેરા માટે સ્કાર્ફ, ઝંડો, કાર્યાલય બેનર, ગાંધી ટોપી, કાગળના તોરણ, ટી શર્ટ, કેપ, પણ રાખવામાં આવ્યું છે. ગરમીના દિવસોમાં ઈલેક્શન હોવાને કારણે ભાજપે પ્રચાર સાહિત્યમાં કાગળના પંખાને પણ સામેલ કર્યું છે.   

2/4
image

કમળના નિશાનવાળુ બલૂન પ્રચાર સાહિત્યનું અભિન્ન અંગ છે. મોબાઈલ કવર, લાકડાના કમળનું કટઆઉટ પણ ભાજપના પ્રચાર સામગ્રીમાં સામેલ થયેલું જોવા મળશે. પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર, ગુજારાતમાં 50,000 બૂછ હોવાને કારણે આ તમામ સામગ્રીની જે કીટ બનાવવામાં આવી છે, તેની સંખ્યા 50 હજાર હશે. જે દરેક બૂથને આગામી બે દિવસોમાં પહોંચાડવામાં આવશે. 

3/4
image

આજે ભાજપા કાર્યાલય આ કીટને મીડિયા સામે રજૂ કરી છે, જેમાં કાર્યકર્તાઓ માટે દરેક જરૂરી સામગ્રીની સાથે પ્રચારમાં જોમ અને જુસ્સો ભરવાની દરેક બાબતનો ઉલ્લેખ કરાયો છે. આગામી બે દિવસમાં આ પ્રચાર કીટ ગુજરાતના તમામ ભાજપી કાર્યકર્તાઓ સુધી પહોંચાડી દેવામાં આવશે. આ સામગ્રી સાથે જ ભાજપી કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરશે. 

4/4
image

ભાજપ દ્વારા જે પ્રચાર સામગ્રી તૈયાર કરવામા આવી છે, તેની વિશેષતા એવી છે કે, તેમાં ગુજરાતનું ગર્વ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ સામેલ કરવામાં આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચિત્રને પણ ભાજપની પ્રચાર સામગ્રીમાં સામેલ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ રાખવામાં આવ્યું છે.