VS હોસ્પિટલના ખાનગીકરણને લઇને કોંગ્રેસના નેતાઓએ કર્યા દેખાવો, નોંધાઇ ફરિયાદ
શહેરની એમએમસી ઓફિસ ખાતે બે દિવસ પહેલા વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની કારંજ પોલીસ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો સામે ગુન્હો નોઘાયો હતો.
ઉદય રંજન/અમદાવાદ: શહેરની એમએમસી ઓફિસ ખાતે બે દિવસ પહેલા વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની કારંજ પોલીસ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો સામે ગુન્હો નોઘાયો હતો.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગ્યાસુદીન શેખ, ઇમારન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર સામે જાહેરનામાનો ભંગ અને ગેરકાયદેસર મંડળી રચવી અને બળજબરી વાહનો રોકવા સહીતની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં બદરૂદીન શેખ, શશીકાંત પટેલ, ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ સામે સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તાપસ શરુ કરી છે. આમ આ દેખાવ મામલે બે ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુમાં વાંચો...31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી
પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ ગુન્હો નોંધતા આ તમામ કોંગ્રેસી નેતાઓ ફરિયાદ કરતા કોંગીનેતાઓની કારકીર્દીને અસર થઇ શકે તેમ છે. દેખાવો કરવાના કેસમાં કારંજ પોલીસ સ્ટેશન અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.