બનાસકાંઠા :આંગણવાડી બહેનોના વિરોધ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પોલીસને ખુલ્લી ચેતવણી આપી છે. ગેનીબેને કહ્યું કે, બહેનોને આંગળી અડાડશો તો આંગળી કાપી નાંખીશું, હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની પોલીસની ડ્યુટી નથી. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માગતા લોકો સામે અત્યાચાર કરવાની ડ્યુટી નથી. વાવના ધારાસભ્ય ગેનીબેનનું આ નિવેદન પોલીસને પડકાર ફેંકતું નિવેદન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થરાદમાં આંદોલન કરી રહેલી આંગણવાડી અને તેડાગર બહેનોને ફરજ પર હાજર થવા ICDSએ નોટિસ આપી હતી. જેના પછી થરાદ આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં વાવ તાલુકાની બહેનો પણ જોડાતા સંખ્યાબળ વધ્યું છે. જેના કારણે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ આંગણવાડી બહેનોના સમર્થનમાં આવ્યા છે. થરાદમાં આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં પહોંચેલા વાવ ધારાસભ્યની પોલીસને ચેલેન્જ કરતું નિવેદન આપ્યું છે. 


આ પણ વાંચો : પિતા વર્સિસ પુત્ર : જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા જેઠાભાઈ પાનેરાના પુત્ર આપમાં જોડાયા 


ધારાસભ્ય ગેનીબેને પોલીસ તરફ ઈશારો કરતા કહ્યું કે, જો આ બહેનોને આંગળી અડાડી છે તો આંગળી કાપી નાંખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા અત્યાચાર કરવાની તમારી ડ્યુટી નથી. છતાં પણ કોઈ પોલીસ વહીવટી તંત્રના કહેવાથી તમને હેરાન કરતી હોય તો અમે તમારી સાથે છીએ.



થરાદમાં આંદોલનકરી આંગણવાડી અને તેડાગર બહેનોને ફરજ પર હાજર થવા આઇસીડીએસએ પાઠવેલી નોટિસોની પણ અવગણના કરવામા આવી છે. તંત્રની નોટિસો બાદ થરાદ આંગણવાડી બહેનોના ધરણા કાર્યક્રમમાં વાવ તાલુકાની બહેનો પણ જોડાઈ છે. જેથી વિરોધ પ્રદર્શનમાં સંખ્યાબળ વધ્યું છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં AAP મોટો દાવ રમવાની તૈયારીમાં, આ લોકપ્રિય નેતાને આપશે મોટી જવાબદારી


તો બીજી તરફ, ગાંધીનગરમાં ચાલતા આંદોલનને લઈ સરકાર એકશનમાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ સાથે આજે સરકારના મંત્રીઓ બંધબારણે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 41 દિવસથી ગુજરાતના આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે, જેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગાંધીનગરમાં વધી રહેલા વિરોધ પ્રદર્શનોને જોતા સરકાર હવે આંદોલનો સમેટવાના મૂડમાં છે, કારણ હવે ચૂંટણી આવી રહી છે. આ આંદોલનોની સીધી અસર ચૂંટણી પર થશે. આ માટે સરકારે કમિટીના સભ્યોને બેઠક માટે બોલાવ્યા છે. જોકે, આરોગ્ય કર્મચારીઓ સાથે મંત્રીઓની આ વધુ એક બેઠક છે. આ અગાઉ પણ અનેક વખત બેઠકો યોજી ચુક્યા છે, પરંતુ આરોગ્ય કર્મચારીઓની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી.