પિતા વર્સિસ પુત્ર : જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા જેઠાભાઈ પાનેરાના પુત્ર આપમાં જોડાયા

Gujarat Elections : પિતા ભાજપમાં અને પુત્રએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો, માણાવદરમાં વર્ષોથી ભાજપના પાયાના પથ્થર ગણાતા વ્યક્તિ ભાજપ અગ્રણી જેઠાભાઈ પાનેરાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા

પિતા વર્સિસ પુત્ર : જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા જેઠાભાઈ પાનેરાના પુત્ર આપમાં જોડાયા

ભાવીન ત્રિવેદી/જુનાગઢ :વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે. પાર્ટી દ્વારા શહેર નગર અને ગામડે ગામડે જઈ દિલ્હીમાં કરેલા કામોનું સરવૈયું કરવામા આવી રહ્યું છે. આવામાં જુનાગઢ ભાજપને મોટો ફટકો પડ્યો છે. જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા અગ્રણી નેતા જેઠાભાઈ પાનેરાનો પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે પિતા વર્સિસ પુત્રનું રાજકારણ જૂનાગઢમાં હવે જોવા મળશે. 

જૂનાગઢમાં માણાવદર તાલુકાના જે.એમ પાનેરા કોલેજના ટ્રસ્ટી અને વર્ષોથી ભાજપના પાયાના પથ્થર અને રાજકારણમાં અગ્રણી ગણાતા આહીર સમાજના જેઠાભાઈ પાનેરાના નાના દીકરા સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં તર્ક વિતર્કો સર્જાયા છે. પિતા ભાજપમાં હોવા છતાં પુત્ર સમીર પાનેરાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. 

થોડા સમય પહેલા જ માણાવદર ખાતે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ જેઠાભાઈ પાનેરાની કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવમાં હાજરી આપી હતી. આ બાદ અચાનક સમીર પામેરા આપમાં જોડાયા સમાચાર મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બીજી તરફ, સમીર પાનેરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સમાજના સેવાકીય કાર્યો કરવાની પદ્ધતિને લઈ આમ આદમી પાર્ટીથી આકર્ષાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. મારા પિતા ભાજપમાં વર્ષોથી છે. અમે લોકો સાથે ડિનર કરવા બેસીએ છીએ. પરંતુ એકબીજાના વિચારો અલગ હોય. હું સમાજ સેવાના ભાવથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આવનાર સમયમાં પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવા હંમેશા આગળ રહેશે. 

આણ માણાવદરમાં વર્ષોથી ભાજપના પાયાના પથ્થર ગણાતા વ્યક્તિ ભાજપ અગ્રણી જેઠાભાઈ પાનેરાના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગણગણાટ શરૂ થયો છે. સમીર પાનેરાએ પોતાના facebook આઇડીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયાની જાહેરાત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news