જુનાગઢ મનપા ચૂંટણીમાં હાર તરફ સરકી રહેલા કોંગ્રેસના ધારાસભ્યએ શું કહ્યું, જુઓ
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ભૂંડા હાલ થતા દેખાઈ રહ્યાં છે. બપોરે 11.30 સુધી ભાજપ 35થી વધુ બેઠકો કબજે કરી ચૂક્યું છે. ત્યાં બીજી તરફ, કોંગ્રેસ કે એનસીપી એક પણ ખાતુ ખોલાવી શક્યા નથી. જીત તરફ સતત આગળ વધી રહેલા ભાજપની ગતિ જોઈને ભાજપ જુનાગઢનો આ ગઢ કબજે કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ખરાબ રીતે પછડ્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ હારની જવાબદારી સ્વીકારી લીધી છે.
હિતલ પારેખ/ગાંધીનગર :જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ભૂંડા હાલ થતા દેખાઈ રહ્યાં છે. બપોરે 11.30 સુધી ભાજપ 35થી વધુ બેઠકો કબજે કરી ચૂક્યું છે. ત્યાં બીજી તરફ, કોંગ્રેસ કે એનસીપી એક પણ ખાતુ ખોલાવી શક્યા નથી. જીત તરફ સતત આગળ વધી રહેલા ભાજપની ગતિ જોઈને ભાજપ જુનાગઢનો આ ગઢ કબજે કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ખરાબ રીતે પછડ્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ હારની જવાબદારી સ્વીકારી લીધી છે.
Live જુનાગઢ મનપા ચૂંટણી પરિણામ : ભાજપે 35 બેઠકો કબજે કરી, કોંગ્રેસ-એનસીપીનું ખાતુ પણ ન ખૂલ્યું
જુનાગઢ મહાનગરપાલિકાના પરિણામો ઉપર કોંગ્રેસના જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકશાહીમાં આ લોક ચુકાદો માથે ચઢાવું છું. આજે જુનાગઢની પ્રજાએ જે ચુકાદો આપ્યો છે, તે ધારાસભ્ય તરીકે હું માથે ચઢાવુ છું. નારાજગી ભાજપમા હતી. ભાજપમાં અનેક કૌભાંડો થયો, છતાં લોકોએ ચુકાદો આપ્યો છે. મને મેયર તરીકે ટિકિટ આપવાની વાત થઈ હતી, પણ ન આપી. જો મેયર તરીકે ટિકિટ આપી હોત તો પણ આ પ્રકારના પરિણામો આવી શકે. આ જે પણ પરિણામ આવ્યું છે તેને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મારી નબળાઈઓ કે નિષ્ફળતાઓને હું સ્વીકારવા તૈયાર છું. આ જ પ્રજાએ ચૂંટીને મોકલ્યો હતો.
જુનાગઢ મનપા ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV :
ભાજપની તોડજોડની નીતિ પર ભીખાભાઈ જોશીએ કહ્યું કે, તડજોડની રાજકારણ ભાજપે કર્યું છે તે બરાબર નથી. જૂથવાદ તો ભાજપમાં આ કરતા પણ વધુ હતા. તેમ છતાં તેમના પક્ષમાં પરિણામ આવ્યું છે. કોંગ્રેસની હારનું કારણ સામદંડની નીતિ છે. ચૂંટણી પહેલા અમારા કેન્ડીડેડ્ટસને ખરીદાયા છે. લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. રૂપિયા અને સામદામ દંડની નીતિથી અમારા નેતાઓને ખરીદાય છે. આ જોઈ અમારું હૃદય દ્રવી ઉઠે છે.
તેમણે હારનુ એક મહત્વનું કારણ જણાવ્યું કે, દલિતો અને લઘુમતીઓના મત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિર્ણાયક બન્યા છે. જુનાગઢમાં દલિતો અને લઘુમતીઓને અન્યાય થયો તે નિવારવા કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. બંને સમાજના મત નિર્ણાયક હતા. તે બંનેને સમજવામાં અમે ભૂલ ખાધી છે.
ઉલ્લેખનીય છે કે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી જઈ રહ્યાં છે. કોંગ્રેસે બપોર બાદ જુનાગઢ મનપામાં આખરે કોંગ્રેસે ખાતુ ખોલ્યું હતું. વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પણસારાની જીત થઈ હોવાનું સામે આવ્યું છે.