ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરશે
કોરોનાનો પ્રશ્ન કોરાને મૂકીને હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં વ્યવસ્ત બન્યા છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યોના રાજીનામાંથી ખળભળાટ થયો છે. તો કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા જશે. કોંગ્રેસના બે ધારાસભ્યોના પડેલા રાજીનામા સંદર્ભે લોકશાહી પદ્ધિતિથી લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરે તેવી સંભાવના છે. બિનલોકશાહી પદ્ધતિથી રાજીનામા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનો પ્રશ્ન કોરાને મૂકીને હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં વ્યવસ્ત બન્યા છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યોના રાજીનામાંથી ખળભળાટ થયો છે. તો કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા જશે. કોંગ્રેસના બે ધારાસભ્યોના પડેલા રાજીનામા સંદર્ભે લોકશાહી પદ્ધિતિથી લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરે તેવી સંભાવના છે. બિનલોકશાહી પદ્ધતિથી રાજીનામા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે.
Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ નિવેદન આપ્યું કે, ચૂંટણી જીતવા માટે નેતાઓ કોંગ્રેસમાં આવે છે. પ્રજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ કરે છે. રૂપિયા માટે પાર્ટી છોડે છે. જનતા ચૂંટણી હર હમેશાં જવાબ આપ્યો છે. રાજીનામાની અટકળો અંગે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાએ પણ કહ્યું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય છું. હું કોંગ્રેસમાં જ રહીશ. લોકોએ મને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મત આપ્યા છે. મને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.
મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા
તો આણંદના ધારાસભ્સ કાંતીભાઇ સોઢા પરમારે ખુલાસો કરતા કહ્યું કે, હુ કોગ્રસમાં છુ અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. મને કોઇ ભાજપાના નેતાએ સંપર્ક કર્યો નથી. આજે બેઠક હતી. પણ મીડિયામાં જે અહેવાલ આવ્યા તેના પગલે વહેલો ઓફિસ આવ્યો છું. મારો ફોન ચોવીસ કલાક ચાલુ જ હોય છે. કોરોનાના કારણે મિત્રોને કે ધારાસભ્યોને મળવાનું થયું નથી. એટલે કોણ ધારાસભ્ય સંપર્ક વિહોણા છે એ હું ના કહી શકું. હુ બે ટર્મ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો અધ્યક્ષ રહ્યો છું. ત્રણ ટર્મ ચૂંટણી હાર્યો અને ચોથી ટર્મ જીત્યો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર