ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના ધારાસભ્યોનું મોરલ તોડવામાં ભાજપ સફળ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ સોંપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. બ્રિજેશ મેરજાએ ઈમેઈલથી પોતાનુ રાજીનામુ મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોનું રાજીનામુ પડે તેવી શક્યતા છે. આમ, કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આમ, કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે.