Rahul Gandhi Nyay Yatra: લોકસભાની ચૂંટણીમાં બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રામાં ભાગ લેવા રાહુલ ગાંધી આવી શકે છે. એક સીટ જીત્યા બાદ રાહુલ ગાંધીનું હવે સીધું લક્ષ્યાંક ગુજરાત છે. સદનમાં પણ રાહુલ ગાંધીએ ભાજપને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં અમે ભાજપને સો ટકા હરાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસનો પગપેસારો! 17 દિવસમા 4 બાળકોના મોત, સોમવારે ઉકેલાશે રહસ્ય


તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે ફરી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં આજે અહીં પડ્યો આફતનો વરસાદ! દક્ષિણમાં દે ધનાધનથી ક્યાં આવી મોટી આફત?


રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


કેમ ખેંચાઇ રહ્યો છે ઉ.ગુજરાતમાં વરસાદ? બાપ રે અંબાલાલ પટેલે આ શું આગાહી કરી નાંખી!


અમદાવાદથી વાયા વડોદરા થઇને ન્યાયયાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે.


શેર માર્કેટમાં લાખોની આવકની જાહેરાત જોઈ છેતરાતા નહીં! સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઈ